કચ્છ: કચ્છના મુન્દ્રા પોર્ટમાં પરથી વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટો કબ્જે કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદે વસ્તુની હેરફેર સતત વધી રહી છે, ત્યારે ડ્રગ્સ બાદ હવે ગેરકાયદેસર વિદેશી સિગારેટનો જથ્થો મળતા અનેક મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી DRIએ 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ(માન્ચેસ્ટર)નું કન્ટેનર જપ્ત કરી જંગી જથ્થો જપ્ત કર્યો છે.
 
મહત્વનું છે કે અગાઉ મુન્દ્રા પાર્ટ પરથી ડ્રગ્સ, સિગારેટ/ઈ-સિગારેટ ઝડપાઈ હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે.


જુઓ આ પણ વીડિયો:-