ઓપરેશન લાલચંદન ; બે દિવસમાં બીજીવાર રક્તચંદનનો કરોડોનો જથ્થો પકડાયો
Operation Rakth Chandan : DRI એ શંકાસ્પદ કન્ટેનરને `કન્ટેનર સ્કેનિંગ ડિવાઇસ` દ્વારા સ્કેન કરતા રક્તચંદનની દાણચોરીનો મામલો સામે આવ્યો હતો. રક્તચંદન શારજાહ મારફતે UAE મોકલવાનો હતો તે પહેલા જ પકડાયુ
મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત હવે મહામૂલા રક્તચંદનની દાણચોરીનુ હબ બની ગયુ છે. ડ્રગ્સ બાદ હવે રક્તચંદનની હેરાફેરી પર DRI ની ચાંપતી નજર છે. ત્યારે ફરી એકવાર DRI એ ’ઓપરેશન રક્ત ચંદન’ હેઠળ રૂપિયા 11.70 કરોડનું રક્ત ચંદન કબજે કર્યું છે. 840 લાકડાના લોગ સહિત 14.63 મેટ્રિક ટન જેટલું રક્તચંદન ઝડપાયુ છે.
દાણચોરી મામલે DRI એ શંકાસ્પદ કન્ટેનરને 'કન્ટેનર સ્કેનિંગ ડિવાઇસ' દ્વારા સ્કેન કરતા રક્તચંદનની દાણચોરીનો મામલો સામે આવ્યો હતો. રક્તચંદન શારજાહ મારફતે UAE મોકલવાનો હતો તે પહેલા જ ICD સાબરમતી ખાતે પકડાયુ હતું. DRI ને બાતમી મળી હતી કે, રક્ત ચંદનના મોટા જથ્થાને ગુપ્ત રીતે દેશની બહાર તસ્કરી કરવામાં આવનાર છે. ત્યારે ઓપરેશન રક્ત ચંદન શરૂ કરાયુ હતુ અને રક્ત ચંદનની હેરાફેરી પર કડક નજર રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : સાવધાન... જૂનનુ પહેલુ અઠવાડિયું કાઢવુ મુશ્કેલ બનશે, ચોમાસા પહેલા કરાઈ ગરમીની આગાહી
ગુપ્ત માહિતીના આધારે સંદિગ્ધ કન્ટેનરે સ્કેનિંગ ડિવાઈસથી સ્કેન કરવામાં આવ્યુ હતું. ડીઆરઆઈ દ્વારા તપાસ કરાઈ તો તેમાં લાલ ચંદનથી ભરાયેલુ કન્ટેનર પકડાયુ હતું. કન્ટેનરમાં કુલ 14.63 મેટ્રિક ટન વજનના 840 લાકડાનો જથ્થો મળી આવ્યો હતા. આ જથ્થાને એક્ટ 1962 અંતર્ગત જપ્ત કરાયો છે. આ મામલે હવે વધુ તપાસ કરાશે કે જથ્થો ક્યાંથી આવ્યો હતો, અને ક્યા લઈ જવામા આવ્યો હતો, તેમજ તેમાં કોનો કોનો હાથ હતો.
બે દિવસ પહેલા પકડાયુ હતું લાલ ચંદન
બે દિવસ પહેલા લાલ ચંદનના 14 ટન જેટલા મોટા જથ્થાને વુડનીજ આઈટમ ડિકલેર કરીને દેશ બહાર મોકલવામાં આવી રહ્યું હતું. DRIએ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંદ્રા પોર્ટ પર MICT ટર્મિનલમાંથી ડીઆરઆઈએ રક્તચંદનનો જથ્થો એક્સપોર્ટ થાય તે પહેલાં જ ઝડપી પાડ્યું હતું. DRI દ્વારા 14 ટન અંદાજીત લાલ ચંદન જેની કિંમત અંદાજિત 7 કરોડની છે, જે જપ્ત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
વીરપુરના ખેડૂતોના માથે મોટી મુસીબત આવી પડી, ખેતરમાંથી ચોરાઈ રહ્યાં છે મોંઘાદાટ કેબલ