અમદાવાદ :  જેલમાં સજા ભોગવી રહેલા આરોપીઓને પેરોલ પર અથવા તો ફર્લો પર છોડવામાં આવતા હોય છે. ત્યાર બાદ તેઓ પેરોલ અથવા ફર્લો પર છોડવામાં આવે છે. ત્યાર બાદ તેઓ પેરોલ કે ફર્લે પુર્ણ થવા છતા પણ જેલમાં હાજર થતા નથી. ફરાર થઇ જાય છે. જ્યારે કેટલાક કિસ્સામાં આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ફરાત થઇ જતા હોવાનો બનાવ બને છે. આવા આરોપીઓને ઝડપી લેવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેના આધારે પોલીસ 26 દિવસમાં 106 જેટલા આરોપીઓને ઝડપીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા PCB એ બોગસ માર્કશીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ, અનેક બોગસ ડિગ્રી ધારકો ઝડપાય તેવી વકી

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા ડ્રાઇવના આદેશ બાદ અલગ અલગ વિષયો પર ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સુચના આપી હતી. આ ડ્રાઇવમાં એલસીબી, ડીસીબી, એસઓજી વગેરે દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવાની પણ સુચના આપવામાં આવી હતી. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર, મહેસાણા જેવા અનેક જિલ્લાઓનાં પોલીસ જાપ્તામાંથી ફરાર 106 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 


ઠગાઇના પણ ટ્યુશન ! 50 હજારનો ઠગાઇનો કોર્સ કરીને પ્રેક્ટિકલ કરવા આવેલા 4 ઝડપાયા

આ ડ્રાઇવમાં પોલીસની વિવિધ ટીમ દ્વારા ઓચક તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાંથી 10, મહેસાણામાંથી 7, રાજકોટ ગ્રામ્ય 13, બનાસકાંઠા 12 અને પોરબંદરમાંથી 6 આરોપીઓને ઝડપી લેવાયા હતા. આ દરમિયાન અનેક રિઢા અને નામચીન આરોપીઓને ઝડપી લેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા આરોપીઓમાં ધાડ, લૂંટ, હત્યા સહિત અનેક ગુનાઓમાં ઝડપાયેલા રીઢા ગુનેગારોનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube