સમીર બલોચ/અરવલ્લી: રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થતા ગુજરાતના રાજસ્થાન સરહદને જોડાતા પેટ્રોલ પંપ ઉપર રાજસ્થાનના નાના મોટા વાહન ચાલકોની કતારો લાગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણવા મળી રહેલી માહિતી પ્રમાણે, ગુજરાતની આંતરરાજ્ય બોર્ડર પર આવેલા પેટ્રોલપંપ પર રાજસ્થાનથી પેટ્રોલ ડીઝલ પુરાવવા આવતા વાહનોની સંખ્યામાં વધારો થયો છે. રાજસ્થાન સરકાર દ્વારા વેટ ઘટાડો નહી કરાતા ગુજરાતના પેટ્રોલ ડીઝલના ભાવ કરતા ડીઝલમાં 7 રૂપિયા અને પેટ્રોલમાં 16 રૂપિયાથી વધુ રૂપિયાનો ફરક આવી રહ્યો છે, ત્યારે રાજસ્થામાંથી પ્રવેશતા પ્રથમ પેટ્રોલપંપ પર રાજસ્થાનના વાહનોની સંખ્યા જોવા મળી રહી છે.


ટ્રક ચાલકો ગુજરાતમાં પહોંચાય તેટલું જ ડીઝલ પુરાવીને ગુજરાતમાં ડીઝલની ટાંકી ફૂલ કરવાનું મુનાસીબ માની રહ્યા છે. સામાન્ય રીતે નાના ટ્રકમાં 400 અને મોટા ટ્રકમાં 800 લીટર ડીઝલ આવતું હોય છે, ત્યારે ટ્રક ચાલકોને ગુજરાતમાં ડીઝલ પૂરાવવામાં 3200થી 5600 રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે. જેથી રાજસ્થાન સરહદને અડીને આવેલા પમ્પો ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.


રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું બનતા પેટ્રોલ પમ્પોનું વેચાણ પણ છેલ્લા કેટલાક દિવસોથી વધ્યું છે. રાજસ્થાનથી નાના-મોટા વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ માટે ગુજરાત આવી રહ્યા છે. સામાન્ય રીતે ટ્રક ચલાવતા વાહન ચાલકને એક સમય ટાંકી ફૂલ કરવામાં 3200થી 6000 જેટલો ફાયદો થઈ રહ્યો છે. જેમાં વાહન ચાલકને મુંબાઈથી દિલ્હી સુધી જવાનો ટોલ ટેક્ષ નીકળી જાય છે, જેથી વાહન ચાલકો ગુજરાત માજ પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube