મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના રીલીફ રોડ વિસ્તારમાં ૮ ડિસેમ્બરે અંગત અદાવત થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા ચારેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, મકાન ખાલી કરાવવા જેવી તકરારમાં ગુલામુદ્દીન મેમણ અને ઇલિયાસ એમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી. જેને પગલે ફાયરિંગની ઘટના બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે મહિલાઓના પગ ધોઈને કર્યું સન્માન


પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓનું નામ છે ગુલામુદ્દીન અબ્દુલકાદર મેમણ. જેની પોલીસે હત્યાના પ્રયાસ અને આમ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 8 ડિસેમ્બરના રોજ રીલીફ રોડ પાસે ફાયરિંગની ઘટના બનતા ઇલ્યાસ નામના શખ્સને એક ગોળી વાગી હતી. જોકે હાલમાં ઈલિયાસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બીજી તરફ આરોપી ઇલ્યાસ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેની સારવાર બાદ પોલીસ ધરપકડ કરશે. હાલતો ઇલ્યાસની પોલીસ જાપ્તા વચ્ચે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


12 રૂપિયાનો માવો 5 રૂપિયામાં મળશે... ધારાસભ્ય લલિત વસોયાના નામે વાયરલ થયો આ મેસેજ


ફાયરિંગ ઘટના બની તે અગાઉથી જ ઇલિયાસ અને ઇમરાનની મકાન ખાલી કરાવવા બાબતે જૂની તકરાર ચાલી રહી હતી. જેને પગલે ગત ૧૮ ડિસેમ્બરે ઈલિયાસ ઇમરાનને શોધતા રીલીફરોડ પોતાના સાગરિતો સાથે આવી પહોંચ્યો હતો. પરંતુ ઇમરાન ત્યાં નહીં મળતા ગુલામુદ્દીન સાથે તકરાર કરી અને ફાયરિંગ કરી ફરાર થયો હતો. જોકે પોલીસે આ અંગે પણ ચારેય શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબનો બીજો ગુનો નોંધી બંને સામે ફરિયાદ દાખલ કરી છે. 


પાંડેસરા દુષ્કર્મ કેસમાં નરાધમ દિનેશ બૈસાણ દોષિત જાહેર, કોર્ટ 16 ડિસેમ્બરે સજા સંભળાવશે


હાલમાં ઈલિયાસના ત્રણ સાગરિતો અયાઝ, મોહમદ રિયાઝ અને સલમાનની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો ઇલ્યાસ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર પણ કરે છે. જ્યારે ફાયરિંગની ઘટના બની ત્યારે ગુલાબ મોદીની રિવોલ્વરમાંથી વાગેલી ગોળી ઇલીયાસને ખભાના ભાગે વાગી હતી. હાલ તો પોલીસે આ બંને ફરિયાદમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી ઇલ્યાસ હથિયાર ક્યાંથી લાવ્યો હતો ? અને પકડાયેલા આરોપીઓનો તેમાં શું રોલ સામે આવે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube