ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની પાલડી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી 51 ગ્રામ 300 મિલિગ્રામ જેની કિંમત 05 લાખ આંકવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકર ચૌધરીએ કોંગ્રેસને આપ્યો ઝટકો: અમિત ચાવડાની મનની મનમાં રહી જશે, આ છે સંસદીય નિયમ


અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ અવારનવાર ઝડપાઈ રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સ નું વેચાણ વધુ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પણ નાનામાં નાના પેડલરોને દબોચી રહી છે.ત્યારે શહેરના પાલડી વિસ્તારમાંથી મોહમદ તોફિક ઉર્ફે લાલા શેખ અને મોહમંદ સુફિયાન સૈયદની એમ.ડી દ્રગઝ ના જથ્થા ધરપકડ કરી લેવામાં આવી છે.


સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ; બેડ ખૂટી પડ્યા, એક ખાટલે બબ્બે...'


એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ની આવેલા બંને આરોપીઓ આ એમડી ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા ઉપરાંત કોની પાસેથી આ ડ્રગ્સ નો જથ્થો લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે હાલ આ બંને આરોપીઓને ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.


નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ


ઉલ્લેખનીય છે કે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપેલા બંને આરોપીઓ માંથી મોહમ્મદ તોફિક ઉર્ફે લાલા શેખ કે જે અગાઉ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ગિરફતમાં પણ આવી ચૂક્યો હતો. ઓગસ્ટ 2022માં ડ્રગ્સના કેસમાં આરોપીની ધરપકડ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ છે કરી હતી.