ગીરસોમનાથ :ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતના કોઈ ને કોઈ ખૂણે દારૂ પકડાતો હતો, ત્યારે હવે આ સાથે ડ્રગ્સ પકડાતુ પણ થઈ ગયું છે. જે બતાવે છે કે ગુજરાતમા ડ્રગ્સના કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. કચ્છના દરિયા કિનારા બાદ હવે ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથના હીરાકોટ બંદર પરથી ચરસના 16 પેકેટ મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી વધુ એકવાર ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી 16 પેકેટ ચરસ મળ્યા હતા. આ પેકેટ દરિયા કિનારે રઝળતા મળ્યા હતા. ગીર સોમનાથના દરિયા કિનારેથી મળેલા ડ્રગ્સની કિંમત અંદાજે 4 કરોડ 51 લાખ રૂપિયા છે. આ મામલે પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.


આ પણ વાંચો : ગેસ પર ડુંગળી-ટામેટાનો મસાલો બળી જાય તો ટેન્શન ન લેતા, આ ટિપ્સથી સ્વાદ પાછો આવશે


ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગસ્ટમાં ત્રણ દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 પેકેટમાં 301 કિલો ચરસ મળી આવ્યું હતું. ચરસનો જથ્થો જે રીતે મળી આવ્યો છે, તે જોતા એસઓજીની ટીમે કિનારા પર પેટ્રોલિંગ વધાર્યું છે. હાલ હજુ પણ જિલ્લાના દરીયાકાંઠે SOG સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે.



રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું 
તો બીજી તરફ, રાજકોટના ભગવતીપુરા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. SOG ની ટીમે કાર્યવાહી કરીને મેફેડ્રોન સપ્લાય કરતા સપ્લાયર સહીત ચારની ધરપકડ છે. તેમની પાસેથી સવા 2 લાખના ડ્રગ્સ મોબાઈલ મળી 2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 23.08 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સને લઈ નેટવર્કને શોધવા એસઓજી પોલીસે કવાયત શરૂ કરી. ઝડપાયેલામાં ટીપું સુલતાન રફીક શેખ રાજ્કોટનો રહેવાસી છે, બાકી અન્ય ત્રણ ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે.