જમીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામેથી વધુ એકવાર લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. છોટાઉદેપુર જિલ્લા SOG પોલીસે બાતમી આધારે મીઠીબોર ગામે રેડ કરતા મીઠીબોર ગામના દુણ ફળીયા વિસ્તારમાં છગન રંગલા નાયકાના ખેતરમાં મકાઈના પાકની સાથે વચ્ચે લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ 76 લીલા ગાંજાના છોડ ઉખેડી જપ્ત કર્યા છે. જેનું વજન 66.440 kg અને કિંમત રૂપિયા 6,64,400/- હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર પોલીસે તમામ મુદ્દામાલ રેડ દરમિયાન જપ્ત કર્યો છે. જોકે, રેડ દરમિયાન મૂળ આરોપી છગન નાયકા ફરાર થઈ ગયો હતો. જેની સામે ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો : નાક કપાયુ અને લગ્ન તૂટ્યા... નાક તોડવાની પરંપરાને લઈને બે પરિવારો ઝઘડી પડ્યા અને કન્યાએ લગ્નની ના પાડી


ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મીઠીબોર ગામેથી અનેક વખત લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પોલીસે છેલ્લા 6 માસમાં બેકરોડ ઉપરાંતનો લીલો ગાંજો ઝડપ્યો છે. ત્યારે કોણ છે એ નશા કારોબારીઓ જે આદિવાસીઓ પાસે આ લીલા ગાંજાનું વાવેતર કરાવી તેમની પાસેથી આ લીલા ગાંજાની ખરીદી કરાવે છે અને ત્યાર બાદ દેશના યુવા ધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે?? અને માત્ર લીલા ગાંજાની ખેતી કરનાર ગરીબ આદિવાસી ખેડૂત સુધી જ પોલીસના હાથ લાંબા થઈ શકે છે. પરંતુ તેમની પાસેથી ગાંજો ખરીદનાર અસલી ડ્રગ્સ માફિયાઓ પોલીસની પકડથી કેમ દૂર રહી જાય છે તે પણ મોટો સવાલ છે.