‘અફઘાન પ્રોડક્ટ’ લખેલા પેકેટ કચ્છના દરિયા કિનારે મળ્યાં, ખોલીને જોયું તો નીકળ્યું ચરસ
Drugs In Kutch : કચ્છના દરિયા કિનારેથી કેફી દ્રવ્યો મળી આવવાના સિલસિલો યથાવત છે. ત્યારે હવે બીએસએફ દ્વારા જંગી માત્રામાં ચરસનો જથ્થો રિકવર કરાયો
Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ભુજની BSFની એક પેટ્રોલિંગ પાર્ટીએ આજે સવારના સમયમાં પેટ્રોલિંગ દરમિયાન જખૌના દરિયાઈ કિનારેથી લગભગ 05 કિલોમીટર દૂર લુણા બેટ પાસેથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા. બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લુણા બેટ પરથી 10 પેકેટ મળ્યા
બીએસએફ દ્વારા રિકવર થયેલા પેકેટના પેકેજિંગ પર ‘અફઘાન પ્રોડક્ટ’ લખેલું છે. BSF દ્વારા મળી આવેલા ચરસના પેકેટ પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને મોજાની સાથે વહીને અહીં ભારતીય કિનારે પહોંચી આવે છે.
રોજગારીની શોધમાં નેપાળથી સુરત આવ્યો હતો યુવક, પણ Reels ના ચક્કરમાં ટ્રેન નીચે કપાયો
દરિયાઈ સીમામાંથી કેફી દ્રવ્યો મળી આવવાનો સિલસિલો યથાવત
કચ્છની દરિયાઈ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ઉપરાંત ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. ત્યારે બીએસએફના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જખૌ નજીકની દરિયાઈ સીમા નજીકના લુણા બેટમાંથી ચરસના 10 પેકેટ મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાંથી એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવે છે.ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાતાં હોય છે.
બે કલાકની આગમાં બે કરોડનું નુકસાન, ગોંડલમાં 5 હજાર મણ મરચાં બળીને ખાખ
જુદી જુદી એજન્સીઓએ 2020થી 1548 ચરસના પેકેટ જપ્ત કર્યા
ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા કચ્છના બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1548 જેટલા ચરસના પેકેટ જપ્ત કર્યા છે.
ગુજરાત પોલીસની મહેનત પર પાણી ફર્યું, કુખ્યાત બુટલેગર વીજુ સિંધીને દુબઇમા છોડી મૂકાયો