ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર : રાજેસ્થાનમાંથી ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડતા અમદાવાદના માસ્ટર માઈન્ડ આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે -બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત માં દરિયાઈ માર્ગો પરથી ડ્રગ્સ પોલીસે પર્દાફાશ કરી દરિયાઈ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવે ડ્રગ્સનો કાળો કારોબારના માસ્ટર માઈન્ડ દ્વારા અલગ અલગ કીમિયા બનાવી ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાવવામાં આવી રહ્યું છે, પરંતુ ડ્રગ્સ ઘૂસાડવાનાના અલગ અલગ કીમિયા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસે આગે કૂચ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસ અગાઉથી મહીસાગર પોલીસને રાજસ્થાનથી એક અમદાવાદનો ઈસમ ડ્ર્ગ્સ લઇને મહીસાગર જિલ્લા તરફ આવવાની મળેલી બાતમીના આધારે મહીસાગર જિલ્લા પોલીસે અલગ અલગ ટિમો બનાવી અલગ અલગ દિશામાં રાજેસ્થાન સરહદી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો આ એક જ જિલ્લો આખા દેશનું અર્થતંત્ર ડામાડોળ કરશે કે શું? પોલીસ પણ ચોંકી ઉઠી


જેમાં ગત રોજ એક બોલેરો પીકઅપ ગાડી રાજેસ્થાન તરફથી આવતા ગાડીની મહીસાગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પહેલા રાજેસ્થાન બ્રાન્ડની 4 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી ગાડીમાં વધુ તપાસ કરતા ગાડીના પાછળના ભાગે ચેસીસમાં આગળ પથ્થર ફિટો ફિટ નાખીને અંદરની પાઇપમાં ડ્રગ્સ મૂકી હેરાફેરી કરતો હોવાનું સામે આવતા આરોપી સહીત ડ્ર્ગ્સને પોલીસે કબ્જે કરી કોથંબા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે એફ એસ એલની મદદથી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.


વહુ તો સસરાના ત્રાસથી આત્મહત્યા કરે તેવું સાંભળ્યું હશે પણ અહીં તો જમાઇએ જ...


લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ દરમિયાન વિરણીયા ચોકડી ખાતે એક શંકાસ્પદ પીકઅપ ડાલુ આવતા તેનો પીછો કરી લાડવેલ ચોકડી નજીક પકડી પાડેલ જે પીકઅપ ડાલામાં એક ઇસમ તેનુ નામ પુછતા જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી (મકાન નં.૩/૪૭ ગાયત્રીનગર એપાર્ટમેન્ટ સુદરમનગર બાપુનગર) અમદાવાદ શહેરનો હોવાનુ જણાવ્યું હતું. પીકઅપ ડાલાના કેબીનમાં અલગ અલગ માર્કાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ બાબતેની કાર્યવાહી કોઠંબા પો.સ્ટે. લાવી કરી હતી. 


સુરત પોલીસની દરેક કામગીરી પર હવે ગાંધીનગરથી ત્રીજી આંખ દ્વારા રાખવામાં આવશે નજર


દરમ્યાન પકડાયેલ ઇસમની વધુ પુછપરછ કરતા તથા બોલેરો પીકઅપ ગાડીને ચેક કરતા ચેચીસમાંથી નશીલો માદક પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે એફ.એસ.એલ.અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવતા સફેદ કલરનો નશીલો પાવડર એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ અથવા મેથા એમફેટામાઇન અથવા મેફેડ્રોન પાવડર બે અલગ અલગ થેલીઓમાં કૂલ ૫૦૦ ગ્રામ જેની એક ગ્રામની કિ.રૂા.૧૦,૦૦૦ લેખે કૂલ ૫૦૦ ગ્રામ નશીલા પાવડરની કૂલ કિ.રૂા.૫૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી (રહે.મકાન નં.૩/૪૭ ગાયત્રીનગર એપાર્ટમેન્ટ સુદરમનગર બાપુનગર) વિરૂધ્ધ એન.ડી.પી.એસ.કલમ ૮ સી, ૨૨ સી, મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવી છે. તેમજ અગાઉ આ પ્રકારનુ ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતુ કે કેમ અને કોને આપ્યુ એ સહીતની બાબત અંગે તાપસ કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube