ગુજરાત શરમમાં મૂકાયું... જામનગરના રસ્તા પર યુવતીનો દારૂ પીને તમાશો, ગાળો પણ બોલી
Gujarat Liquor Ban : ગુજરાત માટે શરમજનક કહેવાય તેવી ઘટના જામનગરમાં બની હતી. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સાંજે એક યુવતીએ નશામાં ઘૂત થઈને રોડ પર તમાશો કર્યો
જામનગર :ગુજરાતમાં દારૂ પીવાતો નથી એવા દાવાને હવે તો ગુજરાતની યુવતીઓ પણ ખોટી સાબિત કરી રહી છે. હવે તો ગુજરાતમાં પણ યુવતીઓ બિન્દાસ્ત દારૂ પીતી દેખાઈ રહી છે. જામનગરમાં મંગળવારે સાંજે એક યુવતીએ નશામાં ધૂત થઈને રસ્તા પર તમાશો કર્યો હતો. એટલુ જ નહિ, તેણે દારૂના નશામાં ગાળો પણ ભાંડી હતી.
બદલાતા સમય સાથે ગુજરાતનુ રૂપ પણ બદલાઈ રહ્યુ છે. દારૂબંધીવાળા ગુજરાતમાં હવે ડ્રગ્સ પીવુ તો સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે દારૂ પીને છાટકા કરનારા પણ ઓછા નથી. ગુજરાત માટે શરમજનક કહેવાય તેવી ઘટના જામનગરમાં બની હતી. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સાંજે એક યુવતીએ નશામાં ઘૂત થઈને રોડ પર તમાશો કર્યો હતો. નશામાં તે ભાન ભૂલી ગઈ હતી, અને એટલુ જ નહિ તેણે જાહેરમાં કાનમાં કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી હતી.
આ પણ વાંચો : મોડી રાતે મોઢું છુપાઈને સુરતની હોટલમાંથી નીકળ્યા હતા શિવસેનાના ધારાસભ્યો, ચૂપચાપ કારમાં જઈ બેસ્યા હતા
રસ્તા પર આ તમાશો ભારે થઈ પડ્યો હતો. પસાર થતા તમામ લોકો આ યુવતીને જોઈ રહ્યા હતા, તો કેટલાક યુવતીના છાટકાનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે, પોલીસ આવે તે પહેલા જ નશામાં ઘૂત યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. જોકે, આ યુવતી કોણ છે તે હજી સામે આવ્યુ નથી.