રવિ અગ્રવાલ/વડોદરા :જેને હાથમાં ગુનાખોરી નાથવાની સત્તા આપવામા આવી છે, તે ગુજરાત પોલીસના અધિકારીઓ જ હવે ગુના આચરવાની તમામ હદો પાર કરી રહ્યાં છે. વડોદરાના પીએસઆઈ ફાયરિંગ કેસમાં ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો છે. નશામાં ધૂત થઈને ફાયરિંગ કરનાર પીએસઆઈએ જ ઈજાગ્રસ્ત યુવકની સામે ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : 8 પોલીસ કર્મી સામે લુકઆઉટ નોટિસ છતા પોલીસનો પાવર ન ગયો, જેલ સત્તાધીશોએ કોર્ટ ઓર્ડરને રસ્તા પર ફેંક્યો


શું બન્યું હતું 
તરસાલી વિસ્તારમાં આવેલ રવિપાર્ક રસ્તા પાસે મણીલાલ પ્રજાપતિ નામનો શખ્સ પાનનો ગલ્લો ચલાવે છે. ગઈકાલે રાત્રે 9.15 કલાકે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શક્તિસિંહ ચુડાસમા સિવિલ ડ્રેસમાં અહીં આવ્યા હતા. તેણે મણીલાલ સાથે ઝઘડો કર્યો હતો. ગલ્લાધારક મણીલાલના પુત્ર સુમિતે આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીએસઆઈ ગુસ્સે ભરાયા હતા, અને તેની તરફ બંદૂક તાકી હતી. જેના બાદ ગુસ્સે ભરાયેલા પીએસઆઈ શક્તિસિંહ ચૂડાસમાએ સુમિત પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈએ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ સુમિત પર છોડી હતી, જેમાંથી એક પેટમાં અને બે પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત સિમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સિવિલ ડ્રેસમાં આવેલ પીએસઆઈ આ ઘટના બાદ તાત્કાલિક પોતાનું બૂલેટ મૂકીને ભાગી છૂટ્યા હતા. તો બીજી તરફ, પીએસઆઈ ચૂડાસમા નશામાં ધૂત હોવાનું પણ સામે આવ્યું છે. 


કાળઝાળ ગરમી વચ્ચે આવ્યા ખુશીના સમાચાર, ગુજરાતમાં આ દિવસે પડશે વરસાદ


વડોદરા : શર્ટલેસ થઈ સ્વીમીંગમાં ન્હાતી મહિલાનો ફોટો પાડી રહ્યો હતો, કરી ફરિયાદ


પીએસઆઈએ ઈજાગ્રસ્ત સુમિત સામે જ નોંધાવી ફરિયાદ 
પરિવારે જ્યાં પોલીસ પર સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યાં પીએસઆઈ શક્તિસિહ ચૂડાસમાએ ઈજાગ્રસ્ત સુમિત પ્રજાપતિ સામે જ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈએ સુમિત સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. તેમજ દારૂના વેપલાની પણ કલમ લખાવી છે. ફરિયાદમાં સુમિત દારૂની મહેફિલ માણતો હોવાનો પણ ફરિયાદમા ઉલ્લેખ કરાયો છે. પીએસઆઈએ ચાર થી પાંચ શખ્સો સામે ફરિયાદ લખાવી છે. આમ, આ સમગ્ર મામલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ ઘડાયો છે. 



જોકે, ઈજાગ્રસ્ત સુમિતના પરિવારની ફરિયાદ હજી પોલીસે નોંધી નથી. ત્યારે આ મામલામાં સ્પષ્ટ દેખાય છે કે, વડોદરા પોલીસ પોતાના પીએસઆઈની કરતૂતોને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે જોઈએ કે, સુરત પોલીસની જેમ હવે વડોદરા પોલીસ તંત્ર પોતાની આ પીએસઆઈ સામે શુ પગલા લે છે.