તેજસ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લાની સૌથી મોટી દૂધસાગર ડેરી (dudh sagar dairy) ની ચૂંટણી પહેલા મોટો અપસેટ સર્જાયો છે. કરોડોના ઉચાપત મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા  ઉત્તર ગુજરાતના દિગ્ગજ સહકારી આગેવાન વિપુલ ચૌધરી (vipul chaudhary) ની ધરપકડ કરવામાં આવી છે. 22 કરોડના સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે ગાંધીનગરથી તેમની અટકાયત કરાઈ છે. ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડથી સહકારી મંડળી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે. 


આ પણ વાંચો : બિલ્લીપગે અચાનક આવતા મોત પાછળ શું કારણ છે, ડોક્ટરે આપ્યો તેનો જવાબ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાગણદાણમાં કરોડોની ઉચાપતની ફરિયાદ 
પ્રાપ્ત માહિતી અનુસારક મહારાષ્ટ્રના દુષ્કાળ વખતે મહેસાણાથી સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર 22 કરોડનું સાગર દાણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું હતું. આ મામલે તે વખતના ચેરમેન વિપુલ ચૌધરી સામે ફરિયાદ દાખલ થઈ હતી. વિપુલ ચૌધરીએ બોનસ અને ડિપોઝીટને લઈને 12 કરોડની ઉચાપત કરી હતી. આ અંગે Cid ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી મહેસાણાથી ગાંધીનગર તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં  સોમવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી  જાહેર થવાની શક્યતા છે. એ પહેલાં જ ચૌધરીને જેલભેગા કરી દેવાયા છે. 


આ પણ વાંચો : ચારવાર આત્મહત્યા કરવા ગઈ, છતાં સુરતની યુવતીને મોત ન મળ્યું 


ધરપકડ બાદ વિપુલ ચૌધરીનું નિવેદન 
તો વિપુલ ચૌધરીની ધરપકડ બાદ લેખિત નિવેદન જાહેર કરાયું છે. વિપુલ ચૌધરી દ્વારા લેખિત નિવેદનમાં કહેવાયું છે કે, મહારાષ્ટ્રમાં જે સાગર દાણ મોકલવામાં આવ્યું છે તેમાં કોઈ કૌભાંડ નથી. આ કેસમાં રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મનાઈ હુકમની શરત મુજબ 9 કરોડ જમીનનું બનાખત કરીને મેં ભર્યા છે. કુલ આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે. 9 કરોડ ભરવા પૈસા ઉછીના લેવા પડ્યા હતા. આ રૂપિયા પરત કરવા જમીનનું બાનાખત કરવું પડ્યું છે.


તાજેતરમાં નોટિસ અપાઈ હતી 
આ પહેલા મહેસાણા જિલ્લા રજિસ્ટર દ્વારા વિપુલ ચૌધરીને નોટિસ અપાઈ હતી. દૂધસાગર ડેરીની ચૂંટણી સમયે જ નોટિસ અપાઈ હતી. દૂધસાગર ડેરી જોડિયા ગામની મંડળીમાં ખોટી રીતે સભ્ય બનવા મામલે નોટિસ અપાઈ હતી. જેમાં 1-04-2019 થી 31-03-2020 ની ઓડિટ દરમિયાન ખોટી રીતે સભાસદ બન્યા હોવાનું સામે આવ્યું હતું. સહકારી કાયદાની કલમ 23 મુજબ જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ આપતા રાજકારણ ગરમાયું હતું. સભ્ય પદ કેમ રદ ન કરવું એ અંગે કારણદર્શક નોટિસ અપાઈ હતી. 


આ પણ વાંચો : રાત્રિ કરફ્યૂમાં નીકળેલા જાનૈયાઓએ અમદાવાદની પોલીસ સાથે મારામારી કરી, Video