અન્નપૂર્ણા યોજના બંધ થતા ભૂખ્યા રહે છે શ્રમિકો, યોજના ફરી કરવા વડોદરામાં ઉઠી માંગ
વડોદરા કોંગ્રેસે અભિલાષા ચાર રસ્તા પાસે શ્રીમિકો સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે બેનર પોસ્ટર સાથે દેખાવો કર્યા, સાથે જ સરકાર પાસે વહેલીતકે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માંગ કરી
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોના આવ્યા બાદથી જ રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના (annapurna yojana) બંધ થતાં શ્રમિકોની હાલત કફોડી બની છે. સરકારે શ્રમિકોને માત્ર 10 રૂપિયામાં સ્વાદિષ્ટ અને પોષ્ટીક ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજનાને શ્રમિકોનો ખૂબ આવકાર મળ્યો હતો. પરંતુ હવે કોરોના બાદથી જ સરકારે અન્નપૂર્ણા યોજના બંધ કરી દીધી છે. જેના કારણે શ્રમિકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન નથી મળી રહ્યું. જેના કારણે વડોદરા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો
15 હજાર શ્રમિકો ભૂખ્યા રહેશે
વડોદરા કોંગ્રેસે અભિલાષા ચાર રસ્તા પાસે શ્રીમિકો સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે બેનર પોસ્ટર સાથે દેખાવો કર્યા, સાથે જ સરકાર પાસે વહેલીતકે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માંગ કરી છે. મહત્વની વાત છે કે વડોદરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 9 સેન્ટર આવેલા છે. જેમાં અંદાજિત 15 હજાર જેટલા શ્રમિકો ભોજન ખાય છે. પરંતુ હવે અન્નપૂર્ણા યોજના બંધ થતાં શ્રમિકોને બહારથી ખરીદીને ખાવવું પડી રહ્યું છે.
આ પણ વાંચો : મૃત્યુની કગારે ઉભેલી એક મહિલાને અમદાવાદ સિવિલના તબીબોએ નવુ જીવન આપ્યું
યોજના શરૂ નહિ થાય તો ચીમકી
શ્રમિકોએ સરકાર પાસે ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માંગ કરી છે. કોંગ્રેસ નેતા ચિરાગ કડીયાએ જો શ્રમિક અન્નપૂર્ણા યોજના વહેલીતકે શરૂ નહિ થાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમજ ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીઓ કરી છે. ત્યારે જોવું રહ્યું કે સંવેદનશીલ સરકાર શ્રમિકો માટે ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરે છે, કે પછી શ્રમિકોને તેમના હાલે છોડી દે છે.
આ પણ વાંચો : જોઈ ન શકાય તેવી ક્રુરતા ગાંધીના ગુજરાતમાં જોવા મળી, કચ્છમાં ગાયના મોઢા પર લોખંડના વાયર બાંધ્યા