અતિવૃષ્ટિના કારણે જગતના તાત બેહાલ, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન
અતિવૃષ્ટિના કારણે ખેતરો આજે પણ ગુટણ સમાં પાણી ભરાય છે જેના કારણે જગતનો તાત ખેડૂત બેહાલ બન્યો છે. ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાદરાના ખાંધાના ખેડૂતોની દયનિય હાલત બની છે
મિતેશ માળી, પાદરા: અતિવૃષ્ટિના કારણે જગતનો તાત ખેડૂત બેહાલ બન્યો છે. પાદરા તાલુકામાં મુશળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખાંધાના 400 એકર જમીનમાં કપાસ સહિતના પાકને ભારે નુકશાન થયું છે. ખેડૂતોએ નુકશાનના વળતરની સરકાર પાસે માંગ કરી હતી.
અતિવૃષ્ટિના કારણે ખેતરો આજે પણ ગુટણ સમાં પાણી ભરાય છે જેના કારણે જગતનો તાત ખેડૂત બેહાલ બન્યો છે. ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાદરાના ખાંધાના ખેડૂતોની દયનિય હાલત બની છે. જેમાં ખાંધા ગામની 400 એકર જમીનમાં મોટા પાયે કપાસની ખેતીમાં મોટું નુકસાન થયું છે સાથે તુવેરના કરાયેલા વાવેતરમાં પણ નુકશાન થયું છે.
તુષાર પોતાના મોજ માટે યુનિવર્સિટી બહાર કરતો આ કામ, જે જોઈ વિદ્યાર્થીનીઓ પણ ડઘાઈ જતી
ત્યારે તાલુકામાં 4 દિવસ મૂળશધાર વરસેલા વરસાદના કારણે ખાંધા ગામના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેમાં નજીકમાંથી પસાર થતી ઢાઢર નદીમાં જતા વરસાદી કાંસના પાણીનો નિકાલ ન થતો હોવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયાનો આક્ષેપો કરાયો હતા. પાકના નુકશાન માટે ખેડૂતોના ખેતરોમાં સરકાર સર્વે કરાવીને વળતર આપે તેવી માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube