દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. દ્વારકા જિલ્લા અને જામકલ્યાણપુર તાલુકામાં 45 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હોવાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. અતિભારે વરસાદને કારણે લોકોની પણ મુશ્કેલી વધી છે. આ વચ્ચે કલ્યાણપુર તાલુકા સહિત દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવાઈ નિરીક્ષણ કરવા પહોંચ્યા મુખ્યમંત્રી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારો તથા દ્વારકાના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી હતી. 


હવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી


હાલ દ્વારકા જિલ્લામાં છેલ્લાં 2 કલાકમાં સવત્રિક ધીમી ધારે અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે જિલ્લાના કુલ 15 માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. ખંભાળિયા માટે અતિ મહત્વનો ઘી ડેમ 90% ભરાયો છે. વરસાદના પગલે જિલ્લામાં છેલી 24 કલાકમાં 4 ગામો અસર ગ્રસ્ત રહ્યા છે. જિલ્લામાં કુલ અલગ અલગ જગ્યા એથી 19 લોકોનું રેસ્ક્યું કરાયું છે, તો 85 લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદના પગલે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાની ઘટના બની છે. વરસાદ માં તણાઈ જવાના પગલે 4 પશુ ના મોત નિપજ્યા છે. તો એક મકાનને નુકસાન થયું છે. આ ઉપરાંત 104 વીજ પોલ ધરાશાઈ થયા..