નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, 10 ગામ સંપર્ક વિહોણા બન્યા
જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગારદા તથા મોટા જાંબુડા કિનારેથી પસાર થથી મોહન નદીમાં એવું પુર આવ્યું હતુ કે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા તઇ ચુક્યાં છે. આ જેના કારણે હાલ તંત્ર પણ દોડતું થયું છે અને સ્થાનિક લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ ચલાવાઇ રહ્યો છે. અનેક ચેકડેમો પણ નદીમાં ગુમ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભુતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિતના અનેક ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.
નર્મદા : જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગારદા તથા મોટા જાંબુડા કિનારેથી પસાર થથી મોહન નદીમાં એવું પુર આવ્યું હતુ કે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા તઇ ચુક્યાં છે. આ જેના કારણે હાલ તંત્ર પણ દોડતું થયું છે અને સ્થાનિક લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ ચલાવાઇ રહ્યો છે. અનેક ચેકડેમો પણ નદીમાં ગુમ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભુતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિતના અનેક ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.
મોહન નદી હાલ બેકાંઠે વહી રહી છે. જળસ્તરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જળસ્તરમાં પણ ધીરે ધીરે સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રને ભરચોમાસે પણ પરસેવો વળી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં ખાબકી રહેલા ભારે વરસાદના પગલે મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો હતો. કોઝવે પર પણ 3 ફુટ જેટલું પાણી વહી રહ્યું હોવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બનતા હવે તંત્ર પણ દોડતું થયું છે.
અત્રે ઉલ્લેખનીચ છે કે, અંકલેશ્વર અને સુરત સાથે જોડતો આ એકમાત્ર રસ્તો છે. ચોમાસુ આવતા દર વર્ષે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આ બ્રિજ સાથે ગારદા, મોટા જાંબુડા, ભુતબેડા, તાબદા, મંડાળા, ખાબજી સહિતના અનેક ગામડાઓ જોડાયેલા છે. જે હાલ ભારે વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા છે. જેના કારણે સામાન્ય વ્યવહાર ઉપરાંત વિદ્યાર્થીઓ સહિતના અનેક લોકો કોઝવેની મદદથી જ સુરત અને અંકલેશ્વર સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત નર્મદા જિલ્લાના આંતરિયાળ ગામડામાં પાણી ઉંચા ડુંગરો પરથી આવતું હોવાનાં કારણે પ્રવાહ ખુબ જ ધસમસતો પ્રવાહ હોય છે. જે વચ્ચે આવતી મજબુતમાં મજબુત વસ્તુને પણ પોતાની સાથે વહાવી જાય છે.