અમદાવાદ: વાવાઝોડાં 'મહા'નો ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મહાવાવાઝોડું આગળ વધી રહ્યું છે. છતાં તેની અસરના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પુરઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગરમાં વરસાદ થઇ શકે છે. પશ્ચિમ કચ્છના દરિયાકાંઠા પર વરસાદી માહોલ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે. જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !


ગુજરાતના દરિયા કિનારે ‘મહા’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ બની થયું છે. 6 અને 7 નવેમ્બરના રોજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે NDRFની ટીમોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત કોસ્ટ ગાર્ડ , નેવીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. ક્રાઈસીસ મેનેજમેન્ટનું બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમા ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો


'મહા' વાવાઝોડાની અસરના પગલે રાજ્યના દરિયાકાંઠાના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ચક્રવાતના કારણે વરસાદની શક્યતા છે. જેના કારણે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ છે.


જો કે, 6થી 8 નવેમ્બર દરમિયાન ભારે પવન સાથે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારો આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ, તાપી, સુરત ભરુચ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર,જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન વાવાઝોડાની ગતિ 100-120 કિલોમીટર પ્રતિકલાકની હશે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 550 કિલોમીટર દૂર છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 8 નવેમ્બર સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે.

મહા અસર : મગફળી ટેકાના ભાવે ખરીદવાનું સરકારે મોકુફ રાખ્યું


અરબી સમુદ્રના મધ્યમાં સર્જાયેલા મહા વાવાઝોડાને કારણે સુરતનું તંત્ર સજ્જ થઈ ગયું છે. સુરતમાં સુવાલી દરિયો હરવા-ફરવા માટે જાણીતું સ્થળ છે. ત્યારે અહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મરીન પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભરતી સમયે સુવાલીના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા. સાવચેતી અને સલામતીના ભાગરૂપે સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ઓટ સમયે સહેલાણીઓ માટે આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવે છે. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તેથી સહેલાણીઓની ભીડ વધુ છે અને તેથી લોકોની સુરક્ષા અને સલામતીને લઈ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો
રાજ્ય પરથી મહા વાવાવઝોડા (maha cyclone)નું સંકટ ટળી ગયું છે. પરંતુ હજુ કમોસમી વરસાદનો ખતરો બરકારર છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. શનિવારે રાજ્યના 115 તાલુકાઓમાં માવઠું થયું. આ માવઠું પણ માવઠું કહેવા જેવું નથી. ઘણા તાલુકાઓમાં તો 3-3 ઈંચ નુકસાનીનો વરસાદ ખાબક્યો છે. મહા વાવાઝોડાને કારણે ગુજરાતમાં શનિવારે કુલ 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 84 MM વરસાદ નોંધાયો. ‘મહા’વાવઝોડાને પગલે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે.


15 NDRFની ટીમ સજ્જ
‘મહા’વાવઝોડાને પગલે ગુજરાત સરકાર દ્વારા દરિયા કાંઠે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પરથી વાવઝોડાની સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ, ગુજરાતના જિલ્લા મથકોએ કંટ્રોલરૂમ શરૂ કર્યાં છે. હાલ આ મામલે રાજ્ય સરકાર સતર્ક અને તંત્ર એલર્ટ મોડ છે.