• ઓક્સિજન સિવાય સિલિન્ડરમાં અન્ય ગેસ ભેળસેળ થતા અને યોગ્ય SoP નું ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડરમાં પાલન ના થતા મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યા હોવાની ચર્ચા તબીબી આલમમાં થઈ

  • મેડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.90 ટકાથી વધુ હોય છે. જ્યારે કે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.60 જેટલી જ હોય છે


અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાના દર્દીઓને આપવામાં આવેલા ઓક્સિજનની શુદ્ધતાને લઈ વિવાદ શરૂ થયો છો. કોનાના કેસો વધતા ઓક્સિજનની અછત (oxygen supply) સર્જાતા ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજનના વપરાશનો નિર્ણય વિવાદિત બનયો છે. મેડિકલ ઓક્સિજન સિવાય ઓક્સિજનના જરૂરી જથ્થાને પહોંચી વળવા ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજનના જથ્થાનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. જેના કારણે મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસો વધ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર્દીને અપાતા ઓક્સિજનની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
મેડિકલ ઓક્સિજન અને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન વચ્ચે ઓક્સિજનની શુદ્ધતામાં સામાન્ય ફેર હોવાને કારણે મ્યુકોરમાઇકોસીસને વેગ મળ્યો હોવાનો કેટલાક તજજ્ઞોએ મત રજૂ કર્યા છે. મેડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.90 ટકાથી વધુ હોય છે. જ્યારે કે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.60 જેટલી જ હોય છે. મેડિકલ ઓક્સિજન (medical oxygen) સિલિન્ડરમાં કેટલીક SoP નું પાલન કરવામાં આવે છે. જેમકે સિલિન્ડર ભરતા પહેલા વેક્યુમપ્રેશરથી સાફ કરવામાં આવે છે. ન્ય વાયુ ભેળસેળ ના થાય તેની તકેદારી લેવાય છે. સિલિન્ડરની ગુણવત્તા ચકાસવામાં આવે છે, આ તકેદારી ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન (industrial oxygen) સિલિન્ડરમાં રાખવામાં આવતી નથી. 


આ પણ વાંચો : વલસાડના દરિયાકાંઠે તણાઈ આવ્યા 6 મૃતદેહો, મુંબઈના ડૂબેલા જહાજના ક્રુ મેમ્બર્સ હોવાની શક્યતા


મેડિકલ ઓક્સિજન અને ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન વચ્ચે શું ભેદ હોય 
ગુજરાતમાં ઓક્સિજનની અછત સર્જાઈ એવામાં કેટલાક ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા કેટલાક સપ્લાયરો દ્વારા 95 ટકા આસપાસ જ રખાઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા સિવાય જે ટકાવારી બાકી રહે છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઈડ, મિથેન જેવા ગેસ ભેળસેળ થાય છે. ઓક્સિજન સિવાય સિલિન્ડરમાં અન્ય ગેસ ભેળસેળ થતા અને યોગ્ય SoP નું ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડરમાં પાલન ના થતા મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યા હોવાની ચર્ચા તબીબી આલમમાં થઈ રહી છે. 


આ પણ વાંચો : સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ


તપાસનો વિષય છે 
મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરતા લાલન એર પ્યોરોફાયરના પ્રણવ શાહે પણ ઓક્સિજનની શુદ્ધતાને લઈ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યા એ માટે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા જો ઓછી રહી હોય તો એ એક તપાસનો વિષય છે, જેનો અભ્યાસ થવો જોઈએ.