ઝી બ્યુરો/સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન ને લઈ શહેર ભાજપ અને પાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.છેલ્લા એક અઠવાડિયાથી ખાસ સફાઈ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે કે, આ એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે. ડાયમંડ બુર્સ એ સરકારી સાહસ છે. પેન્ટાગોન કરતા પણ મોટી ઇમારત સુરતમાં બની છે. ડાયમંડ બુર્સની શરૂવાત સાથે કસ્ટમની સુવિધા આપવાની પણ સૂચના પ્રધાનમંત્રી દ્વારા આપી દેવામાં આવી છે. ડાયમંડ બુર્સના કારણે ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવકમાં પણ વધારો થવાનો છે
.
પેન્ટાગોન કરતા પણ મોટી બિલ્ડીંગ સુરતમાં
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ડાયમંડ બુર્સનું ડેવલોપ થયું છે. જે એક સરકારી સાહસ છે. પેન્ટાગોન કરતા પણ મોટી બિલ્ડીંગ સુરતમાં બની છે. જેમાં 4400 જેટલા હીરા વેપારીઓ જોડાવાના છે. પહેલાથી જ અહીં 100 ટકા બુકિંગ થયું છે. આ એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનો ગ્રોથ વધશે
જ્યાં દેશ અને દુનિયામાં સુરતનું નામ રોશન થાય તે માટેના પ્રયાસ પ્રધાનમંત્રી મોદી દ્વારા ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન ઠકી કરવા જઈ રહ્યા છે. આ માટે કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. સુરત એરપોર્ટથી પ્રથમ તબક્કામાં દિલ્હી, સુરત અને દુબઈ ની ફ્લાઇટ શરૂ થઈ રહી છે. બે મહિનાની અંદર સુરત હોંન્ગકોંગ અને હોંગકોંગ સુરતની ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે. જેના કારણે સુરતનો ગ્રોથ વધવાનો છે.


PM મોદીએ આમંત્રણ સ્વીકાર્યું
ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવકમાં પણ વધારો થવાનો છે. ગુજરાતના હિસ્સામાં પણ વધારો થશે અને રોજગારી તકો ઉભી થવાની છે. પ્રધાનમંત્રીને આપવામાં આવેલ આમંત્રણ સ્વીકાર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યાં ડ્રેનેજ લાઇન અને ગલીઓ-સેરીઓ સાફસફાઈ થાય તે માટે ઝુંબેશ ચાલી રહી છે. 


માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો
સુરત પહેલાં ક્રમાંકે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે માનવ સાંકલ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે.જેમાં 25 હજાર લોકો જોડાયા હતા. આજે ખૂબ સરસ માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો છે. પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું.