શનિવારે રાત્રે અડધા અમદાવાદે કર્યું કેન્ડલ લાઇટ ડિનર જાણો શું છે કારણ
શહેરના પૂર્વે વિસ્તાર પશ્ચિમ વિસ્તાર તેમજ ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે 10 વાગ્યે અચાનક અંધારપટ છવાઇ ગયો હતો
અમદાવાદઃ શહેરમાં આમતો દિવાળીનો તહેવાર શરૂ થતા અમદાવાદ રોશનીથી ઝળહળી ઉઠે છે. પરંતુ ગત મોડી રાત્રે એટલે કે શનિવારે રાત્રીએ શહેરના પૂર્વે વિસ્તાર પશ્ચિમ વિસ્તાર તેમજ ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે 10 વાગ્યે અચાનક અંધારપટ છવાઇ ગયો હતો. જોકે 20 થી 25 મિનિટ બાદ ફરીથી વિજ પ્રવાહ યથાવત થઇ ગયો હતો. ટોરેન્ટ પાવરના સાબરમતી ખાતેના ફીડરમાં સર્જાયેલી ક્ષતીને કારણે લાઇન ટ્રીપ થવાથી વીજળી ગુલ થઇ હતી.
ટોરેન્ટ પાવરમાં સર્જાઇ હતી ખામી
ટોરેન્ટ પાવરની સાબરમતી વિસ્તારમાં આવેલા સબ સ્ટેશનમાં 132 કેવી. ફીડર ટ્રીપીંગ થતાં આ સમસ્યા સર્જાઇ હતી. તેમજ તેને કારણે શહેરના પશ્ચિમ વિસ્તાર ઉપરાંત ખાનપુર, રીલીફ રોડ પર પણ વિજળી ગુલ થઇ ગઇ હતી. મોટા ભાગનો લોકો લાઇટો જતા પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકો સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ લાઇટો ગુલ થતાં લોકોની મુશ્કેલીઓ વધી હતી.
લાઇટો ગુલ થતા લોકો જનરેટરના સહારે
લોકોએ લાઇટો ગુલ થતાં કેન્ડલ લાઇટ ડીનર ફરજીયાત પણે કરવાનો વારો આવ્યો હતો. ત્યારે લાઇટો જતાં ઉંઘવા જઇ રહેલા લોકોના ઘરમાં એ.સી. તેમજ પંખા બંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખરીદી કરવા બહાર નિકળેલા લોકો પણ અટવાઇ પડ્યા હતા. શહેરના અનેક મહત્વ અધિકારીઓ, પદાધિકારીઓના ઘર પણ જનરેટર ચલાવી રોશન કરવા પડ્યા હતા.
વધુ વાંચો...દિવાળીમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડ્યા તો પોલીસ કરી શકે છે ધરપકડ
આ વિસ્તારોમાં થયું અંધારૂ
શહેરના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થયાની ફરિયાદો ઉઠી હતી. જેમાં વેજલપુર, સેટેલાઇટ, આંબાવાડી, પ્રહલાદનગર, પંચવટી, નવરંગપુરા, નારણપુરા, ગોતા. સોલારોડ, નવાવાડજ, રાણીપ, અખબારનગર, સાબરમતી, ખાનપુર , રીલીફરોડ જેવા અનેક વિસ્તારોમાં અંધારપટ થયો હતો.