નવનીત દલવાડી/ભાવનગર: સરકાર દ્વારા નિકાસબંધી લાદી દેવામાં આવતા ડુંગળીના ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. નિકાસબંધી પૂર્વે 700 રૂપિયે પ્રતિમણ વેચાતી ડુંગળી હાલ 100 રૂપિયે પ્રતિમણના ભાવે વેચાઇ રહી છે, જ્યારે સતત વધી રહેલી આવકના પગલે ડુંગળીના ભાવમાં હજુપણ કડાકો બોલે એવી શક્યતાઓ ખેડૂતો જોઈ રહ્યા છે, ત્યારે પડતર કરતા પણ ઓછા ભાવે વેચાતી ડુંગળીના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મામલે સમગ્ર ગુજરાત માટે ખતરાની ઘંટડી: અમદાવાદના દરિયાપુરમાં કોરોનાથી મોત


ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા, સામાન્ય લોકો ડુંગળી ખાઈ ના શકે એવી સ્થિતિ જોતાં ડુંગળીના સતત ઊંચકાઈ રહેલા ભાવને કાબૂમાં લેવા સરકાર દ્વારા નિકાસબંધી જાહેર કરવામાં આવી હતી, પરંતુ રિટેઇલ માર્કેટમાં મોટાભાગે સંગ્રહ કરાયેલી ડુંગળી વધારે આવતી હોય સામાન્ય લોકોને ડુંગળીના હજુપણ પ્રતિકિલો 30-40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે આમ જોતા સરકાર દ્વારા જાહેર કરાયેલી નિકાસબંધી નો સામાન્ય લોકોને કોઈ ફાયદો થયો નથી, પરંતુ તેની સામે ડુંગળી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ચોક્કસ થયો છે, નિકાસબંધી જાહેર કરાયા બાદ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે.


કબૂતરબાજી કૌભાંડમાં 21 ગુજરાતી મુસાફરોનાં નામ ખુલ્યા, જાણો શું થયો મોટો ઘટસ્ફોટ?


અગાઉ 700 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાતી ડુંગળી હાલ 100 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઇ રહી છે, ડુંગળી પકવતા ખેડૂતોને તેની પડતર કરતા પણ નીચા ભાવ મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન ભોગવવું પડી રહ્યું છે. બીજી બાજુ સીઝન ચાલુ થતાં જ ડુંગળીમાં ભાવ ઘટી ગયા છે, જ્યારે આગામી દિવસોમાં હજુપણ ડુંગળીની પુષ્કળ આવક થવાની છે ત્યારે ડુંગળીમાં ભાવ વધુ નીચા જાય એવી પૂરી સંભાવના છે, ત્યારે મોંઘા બિયારણ, ખાતર, માવજત, મજૂરી થી માર્કેટ યાર્ડ લાવવા સુધીનો ખર્ચ પણ ના નીકળે એવી સ્થિતિ ઊભી થતાં ખેડૂતો પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. 


ભરશિયાળે ઠંડી કે વરસાદ નહી આવશે આ મોટું સંક્ટ! વર્ષ 2024 ગુજરાત માટે ઘાતક સાબિત થશે?


ચાલુ વર્ષે 700થી 800 રૂપિયા પ્રતિમણ ના ભાવે વેચાઇ રહી હતી, ભારતની બી ગ્રેડ અને સી ગ્રેડ ડુંગળી જે વિદેશમાં જઈ રહી હતી. તે નિકાસબંધી લાગુ થતાં વેપારીઓને એ ડુંગળી ભારતના લોકલ માર્કેટમાં જ વેચવાનો વારો આવ્યો છે, જેના કારણે સારી ડુંગળીના ભાવ પણ મળતા નથી. સરકાર દ્વારા નિકાસ ખુલ્લી કરવામાં આવે તો ભારતના નજીકના પાડોશી દેશો જેમાં બી અને સી ગ્રેડ ડુંગળીની માંગ છે, અને એ વેચાણ થઈ જતાં બાકી રહેલી સારી ડુંગળીના વેચાણથી ખેડૂતો અને વેપારીઓને પણ સારા ભાવ પણ મળી રહે એમ છે. 


ગુજરાતની પ્રથમ ઘટના: માત્ર 19 વર્ષીય યુવતી કોમર્શિયલ પાયલોટ બની; ખેડૂત પરીવારની છે..