ડબલીંગ કાર્યને કારણે ઉત્તર પશ્ચિમ રેલવેની આટલી ટ્રેનો થશે રદ
ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન હેઠળ આવતા પાલનપુર-આબૂરોડ વિભાગના માવલ અને જેઠ્ઠી સ્ટેશનો વચ્ચે ટ્રેક ડબલીંગ કાર્યને લીધે કેટલીક ટ્રેનોની સેવા પર અસર થશે. જે અંતર્ગત 4 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવશે. જ્યારે 4 ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન હેઠળ આવતા પાલનપુર-આબૂરોડ વિભાગના માવલ અને જેઠ્ઠી સ્ટેશનો વચ્ચે ટ્રેક ડબલીંગ કાર્યને લીધે કેટલીક ટ્રેનોની સેવા પર અસર થશે. જે અંતર્ગત 4 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવશે. જ્યારે 4 ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવશે. ટ્રેનો રદ્દ થવાને કારણે મોટા ભાગના મુસાફરોમાં તકલીફ પડવાની શક્યતાઓ પણ દેખાઇ રહી છે.
રદ્દ ટ્રેનોઃ
ટ્રેન નં. 19411 અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી 10 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે.
ટ્રેન નં. 19412 અજમેર અમદાવાદ- ઇન્ટરસિટી 11 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે.
ટ્રેન નં. 79437 આબૂરોડ-મહેસાણા ડેમૂ પેસેન્જર 10 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે.
ટ્રેન નં. 79438 મહેસાણા-આબૂરોડ ડેમૂ પેસેન્જર 11 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે.
આંશિક રૂપથી રદ્દ ટ્રેનોઃ
54803 જોધપુર-અમદાવાદ પેસેન્જર 10 ફેબ્રુઆરી 19 સુધી આબૂરોડ-અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.
54804 અમદાવાદ-જોધપુર પેસેન્જર 12 ફેબ્રુઆરી 19 સુધી અમદાવાદ-આબૂરોડ વચ્ચે રદ્દ રહેશે.
54805 અમદાવાદ-જયપુર પેસેન્જર 10 ફેબ્રુઆરી 19 સુધી અમદાવાદ-આબૂરોડ વચ્ચે રદ્દ રહેશે.
54806 જયપુર-અમદાવાદ પેસેન્જર 11 ફેબ્રુઆરી 19 સુધી આબૂરોડ-અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.