ઉદય રંજન/અમદાવાદ: શહેરના હિરાવાડી વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નીને ઢોર માર માર્યો છે. પત્નીને લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 13 વર્ષના લગ્ન જીવન સુખીથી ચાલી રહ્યું હતું. પરંતુ પત્નીને પતિના ગેમ એડિક્શનને કારણે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના હિરાવાડી વિસ્તારમાં આવેલ અંજનપાર્ક સોસાયટીમાં રહેતાં આશાબેન પ્રજાપતિના લગ્ન વર્ષ 2007માં નિલેશભાઈ સાથે સામાજિક રીતિરિવાજ મુજબ થયા હતા. આટલા વર્ષતો આ બંનેનું દંપતી જીવન બરોબર ચાલ્યું હતું પરંતુ ગત રવિવારે આ બંને ના ઘરસંસારમાં અચાનક જ આગ લાગી અને આ આગ લાગવા પાછળનું કારણ હતું, પ્રખ્યાત પબજી ગેમ... પબજી ગેમના કારણે આશાબહેનને અત્મહત્યા કરવાની ફરજ પડી હતી.


અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં માનસિક અસ્થિર મગજની મહિલા પર થયો બળાત્કાર


આશાબેન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસારા છેલ્લા છ મહિનાથી પતિ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અગાઉ પણ અંજનાબેને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. ગયા રવિવારે રાતે 11 વાગ્યે પતિ નિલેશભાઈ મોબાઈલમાં પબજી ગેમ રમતા હતા. પત્નીએ ગેમ રમવાનીના પાડતા નિલેશભાઈએ આશા બહેનને માર માર્યો હતો. અને આ જ વાતનું લાગી આવતા આશાબહેનએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેયરે કર્યું રૂટનું નિરિક્ષણ


જુઓ LIVE TV



પબજી ગેમએ એટલું વિરાટ સ્વરૂપ લીધું કે, સાસુ-સસરાએ પણ પુત્રવધુ આશા બહેનને જેમ તેમ કહ્યું હતું. અને છૂટાછેડા સુધી વાત આવી ગઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે આશાબહેનએ પતિ સહીત પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. તો પોલીસ દ્વારા પણ અપીલ કરી રહી છે કે, આવા પ્રકારની ગેમની લતને છોડાવી જોઈએ.