અમદાવાદ :  નવા વર્ષમાં તમામ ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મંદિરોના દર્શન કરવા માટે મંદિરમાં આજે ભાવિકોની લાંબી લાઇનો લાગી હતી. ચારધામો પૈકીનાં એક ધામ દ્વારકા જગત મંદિરમાં પણ દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા માટે લોકો ઉમટી પડ્યા છે. ભાવિકોનાં ઘસારાથી ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને અવ્યવસ્થા સર્જાઇ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ મહાદેવ ખાતે દર્શનાર્થીઓની લાંબી લાઇન લાગી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. ભાવિકો પૈકી કેટલાક ભાવિકો માસ્ક વગર જોવા મળ્યા હતા. સોમનાથની બજારોમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ભંગ થતો જોવા મળ્યો હતો. 

દ્વારકાની મંગળા આરતીમાં ભાવિકોની ભીડ ઉમટી પડી
યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજે વહેલ સવારે મંગળા આરતીમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દ્વારાકમાં નવા વર્ષે પ્રથમ દિવસ પહેલા જ રાજાધિરાજના દર્શન કરીને સ્થાનિક ભક્તો અને દર્શનાર્થીઓએ પોતાના દિવસની શુભ શરૂઆત કરી હતી. આજે ભગવાન દ્વારકાધીશને પુજારી પરિવાર દ્વારા વિશેષ શ્રૃંગાર કરાવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત ગુજરાતનાં તમામ ખ્યાતનામ પ્રવાસન સ્થળો જેમ કે અંબાજી મંદિર, ડાકોર મંદિર અને અન્ય તમામ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. જેના પગલે ન માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યા હતા પરંતુ મંદિરોમાં પણ અવ્યવસ્થા સર્જાઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube