ટ્રાફિક પોલીસની સતર્કતાથી આંગડિયામાં લૂંટનો પ્લાન નિષ્ફળ, રેકી કરનારને ઝડપી પાડ્યો
મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે મોડી સાંજે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ ગાડીની તપાસ કરતા, ઇમરાન ઝડપાઈ ગયો, જેની પાસેથી એક પિસ્તોલ બે દેશી બનાવટના તમંચા અને તેર જીવતા કારતૂસ મળી આવ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: ટ્રાફિક પોલીસની સતર્કતા થી લૂંટ જેવા ગંભીર ગુનો અટકી ગયો છે. ઉત્તર પ્રદેશથી આવેલા આરોપીઓ લૂંટ કરે તે પહેલા જ ત્રણ હથિયાર અને 13 જીવતા કારતુસ સાથે ઝડપાઈ ગયા. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી એક આરોપીની ધરપકડ કરીતો અન્ય ફરાર ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી. સાથે જ લૂંટનું કાવતરું છેલ્લા 15 દિવસથી ઘડાયુ અને રેકી પણ કરવામા આવી હોવાનો ખુલાસો થયો.
ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો! રાજકોટમાં 4.3ની તીવ્રતાના ધરતીકંપથી સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મોહમ્મદ ઈમરાન શેખ છે. જે અમદાવાદના રખિયાલ વિસ્તારનો રહેવાસી છે.જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે મોડી સાંજે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ ગાડીની તપાસ કરતા, ઇમરાન ઝડપાઈ ગયો, જેની પાસેથી એક પિસ્તોલ બે દેશી બનાવટના તમંચા અને તેર જીવતા કારતૂસ મળી આવ્યા છે.
જીવિત તો ઠીક મડદા સાથે અને માસિક ધર્મમાં હોય એવી મહિલાઓ સાથે શરીરસુખ માણે છે અઘોરી..
જોકે ગાડીમાં તેની સાથે રહેલા નદીમ ખાન શેખ અને સોહેલ શેખ પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. આરોપી પાસેથી મળેલા હથિયારો અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ ધાંગધ્રા અને અમદાવાદમાં આંગડિયા પેઢી પર લૂંટનું કાવતરું રચી રહ્યા હતા. સાથે જ 15 દિવસમાં ત્રણ જગ્યાની રેકી પણ કરી હોવાની હકીકત સામે આવી છે.
અમેરિકામાં 22 વર્ષીય ગુજરાતી યુવાનને 51 મહિનાની જેલની સજા,USમાં બેઠા બેઠા કરતો આ કામ
ઝડપાયેલ આરોપી ઇમરાન ની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે અમદાવાદના સરખેજમાં રહેતો સમીર પઠાણ ઉર્ફે સમીર ધાંગધ્રા તથા તેનો ભાઈ અકીલ ખાન ઉર્ફે સોનુ પઠાણ અને ઇમરાન ની સાથે આવેલા સોહેલ શેખ અને નદીમ ખાન શેખ સાથે મળી આંગડિયા પેઢી તથા પિત્તળની ટ્રક લૂંટ કરવાનું કાવતરું રચ્યું હતું. જે માટે ઉત્તર પ્રદેશથી બે આરોપી બોલાવી હથિયારો એકઠા કર્યા હતા. જેના આધારે મોટી લૂંટને તેઓ અંજામ આપી ફરાર થઈ જવાના હતા.
પ્રેમપ્રકરણ મામલે તિક્ષણ હથિયારના ઘા મારીને મિત્રને જ પતાવી દીધો, હત્યા બાબતે ખુલાસો
સાથે જ આરોપી ઈમરાનની પૂછપરછ કરતા એ હકીકત સામે આવી કે, વર્ષ 2017- 18 માં ઇમરાન અને સમીર સેન્ટ્રલ જેલમાં હતા. ત્યારે બંને વચ્ચે મુલાકાત થઈ હતી અને મોટા લૂંટનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ અંદાજિત 10 તારીખે તમામ આરોપીઓ ભેગા મળી લૂંટ માટે રેતી પણ કરી હતી. આરોપી ઇમરાનની ગુનાહિત કુંડળી તપાસતા તે અગાઉ સાણંદમાં થયેલી લૂંટ કેસમાં જેલમાં હતો. જ્યારે સમીર ડ્રગ્સના ગુનામાં જેલમાં હતો. સાથે જ સમીર અને તેના ભાઈ સોનું 12 જેટલા ગુના માં સંડોવાયેલ છે.
માથામાંથી ખરી રહ્યા છે વાળ, ફિકર નોટ!, અપનાવશો આ ટિપ્સ તો નહીં બનો ટાલિયાપણાનો શિકાર
બીજી તરફ લૂંટ કરવા માટે ઉત્તર પ્રદેશથી આવેલા બંને આરોપી નદીમ અને સોહેલ, અત્યારના પ્રયાસના ગુનામાં ફરાર છે અને હવે આર્મ્સ એક્ટ તથા લુંટના કાવતરામાં પણ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ક્યારે આરોપી પહેલા પકડાય છે કે પછી અન્ય કોઈ ગુનાને અંજામ આપવામાં સફળ થાય છે તે જોવું મહત્વનું છે.