હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી એલસીબીના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નંબર-૬ માં મૂનનગર ચોકમાં રેડ કરી હતી. ત્યારે ડેલામાંથી જુદી જુદી કંપનીના ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવવા માટેનું કારખાનું ઝડપાયું હતું અને ત્યાંથી ડુપ્લીકેટ ઓઇલ બનાવવાને લગતી સાધન સામગ્રી મળી હતી. પોલીસે અંદાજે રૂપિયા 25 લાખથી વધુની રકમના મુદ્દામાલને કબજે કર્યો છે. પોલીસે ફેક્ટરી ચલાવનારા શખ્સો સામે લાલ આંખ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યાર બાદ આગળની કાર્યવાહી કરાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના કાળમાં મોરબીમાંથી નકલી રેમડીસીવર ઈન્જેક્શનો સાથે બે ઇસમો મળી આવ્યા હતા. તે રીતે જ મોરબીના ઘડિયાળ તેમજ સિરામિક ઉદ્યોગમાં પણ ડુપ્લીકેટ માલ બનાવવા માટે અનેક ગુના અગાઉ નોંધાયા છે. તે જોતા મોરબીમાં ઝડપથી રૂપિયા કમાવાની હોડમાં લોકો ક્રાઇમ કરતાં પણ અચકાતા નથી તે નરી વાસ્તવિકતા છે. હાલમાં મોરબીના એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નંબર-6 માં ડુપ્લીકેટ ઓઈલ બનાવતું કૌભાંડ પકડી પાડ્યુ છે. 


આ પણ વાંચો : આવી રીતે ફુટ્યું ધોરણ-10 નુ હિન્દીનું પેપર, દાહોદ હતું એપિ સેન્ટર, ઘનશ્યામે ફેસબુક પર પેપર મૂક્યુ હતું


પોલીસે મૂનનગર ચોકમાં આવેલ દિનેશભાઈ દલવાડીના ડેલામાં રેડ કરી હતી, જ્યાં જુદી જુદી કંપનીઓના ડુપ્લીકેટ ઓઇલ બનાવવામાં આવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ હતુ. આ શખ્સો દ્વારા સર્વો, કેસ્ટ્રોલ, ગલ્ફ, બજાજ ડીટીએસ, હોન્ડા ૪-સ્ટોક સહિતના ડુપ્લીકેટ ઓઇલ બનાવવામાં આવતા હતા. જેથી પોલીસે ડુપ્લીકેટ ઓઇલ બનાવતા કારખાનામાંથી જુદી-જુદી કંપનીને લગતા ડુપ્લીકેટ સ્ટીકરો અને નકલી ઓઇલ બનાવવાના સાધનો અને અન્ય જથ્થો કબજે કર્યો છે.  


હાલમાં પોલીસે રૂપિયા ૨૫,૫૦,૯૯૫ ની માતબર કિંમતના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી મેહુલ મહેન્દ્ર ઠક્કર (રહે.રવાપર રોડ, મોરબી) અને અરૂણ ગણેશ કુંડારીયા (રહે.મોરબી) નામના બે શખ્સોની ધરપકડ કરી છે. જેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. 


આ પણ વાંચો : 


રાજ્યમાં આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા, પાણી પીવા પણ બહાર નહિ જઈ શકાય


સુરતના દંપતીએ એટલુ લાંબુ પેઈન્ટિંગ બનાવ્યું કે નજર આકાશ સુધી ઉંચી કરવી પડે