Duplicate Driving License બનાવવાનું રેકેટ ઝડપાયું, 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા બે શખ્સોની ધરપકડ કરી ડુપ્લીકેટ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાયસન્સ પણ કબ્જે કર્યા છે
મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા બે શખ્સોની ધરપકડ કરી ડુપ્લીકેટ લાઇસન્સ (Duplicate License) બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) પણ કબ્જે કર્યા છે. સાથો સાથ 5 આધાર કાર્ડ (Aadhar Card), પાનકાર્ડ (PAN Card) 3 અને બનાવટી લાયસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ વગરના 20 કાર્ડ પણ કબ્જે કર્યા છે.
એટલું જ નહીં પોલીસે (Ahmedabad Police) આરોપીઓના ઘરે સર્ચ કરતા પ્લાસ્ટિક કવર સાથે 85 વ્યક્તિઓના પાસપોર્ટ ફોટો પણ મળી આવ્યા છે. હાલ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે અત્યાર સુધીમાં 39 જેટલા લોકો આ બન્ને શખ્સોને બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ (Duplicate Driving License) બનાવી આપ્યા હતા. મહત્વનું છે કે ટુ વહીલર લાયસન્સ (Two Wheeler License) બનાવવા માટે આરોપીઓ 2500 રૂપિયા અને LMV કારના ડુપ્લીકેટ લાયસન્સ (Duplicate License) બનાવવા માટે 5 હજારથી રૂપિયા પડાવતા.
આ પણ વાંચો:- AMC માં કોંગ્રેસનું કાર્યાલય નાનુ કરીને ઔવેસીની પાર્ટીનું કાર્યાલય બનાવાશે
સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) મળેલી માહિતી આધારે પહેલા અફસરુલ શેખને બનાવટી લાયસન્સ (Duplicate License) સાથે પકડવામાં આવ્યો. ત્યારબાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મારુફમુલ્લા આ ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) 6 હજારમાં બનાવી આપેલું. જોકે પોલીસે સર્ચ કરતા ઘરમાંથી બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ (Duplicate Driving License) માટેનો સામાન મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યા.
હવે પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે આ જ રીતે અન્ય કેટલા લોકોને બનાવટી દ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા છે? અને આધારકાર્ડ કે પાનકાર્ડનો દુરઉપયોગ ક્યાં ક્યાં કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube