તેજશ દવે/મહેસાણા :ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય, પણ અહી ઠેર ઠેર દારુ પીવાય છે, વેચાય છે, ખરીદાય છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. દેશી દારૂ બનાવતી અનેક ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડતી હોય છે, પણ મહેસાણામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 


ગરીબોના થાળીમાંથી કોળિયો છીનવાય તેવો વારો, બાજરીના ભાવ પણ આસમાને પહોંચ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુરમાં આવેલ ખરોડ ગામની સીમમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ગામના એક ખેતરમાં પાણીના બોર ઉપર આ ફેક્ટરી ધમધમતી હતી. જેમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવાતો હતો. પોલીસે રેડ પાડતા, ખેતરમાંથી વિદેશી દારૂ બનાવવાના કાચામાલ સાથે 3 શખ્સો ઝડપાયા હતા. ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો અને 2 કાર સહિત કુલ 9.17 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડીવાયએસપીની ટીમે બાતમી આધારે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.


ભરૂચમાં રણ બનેલી રેવા મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય-કેન્દ્ર સરકારને મોકલી નોટિસ


ગુજરાતમાં ઠલવાતા અને વેચાતા ડુપ્લીકેટ દારૂને કારણે સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. લોકોને બ્રાન્ડના નામે ડુપ્લીકેટ દારૂ પધરાવવામાં આવે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV