મૌલિક ધામેચા / અમદાવાદ : દહેગામ પાસે આવેલી ટ્રેનીંગ એકેડેમીમા ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે રેડ કરી 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ કોમ્પિટટીવ પરિક્ષામાં પાસ કરાવી આપવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ આચરી ચુક્યાનો આરોપ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી પોલીસ યુનિફોર્મ, લેપટોપ, ફરજી કોલ લેટરો અને રોકડ રકમ કબ્જે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમને પણ વાળ ખાવાની ટેવ છે?? ચેતી જજો, જાણો મહેસાણાથી આવેલી નેન્સીનો રસપ્રદ કિસ્સો


પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણે આરોપીઓ પર સરકારી ભરતીમાં રૂપિયા લઇ પાસ કરાવી આપવાનું આરોપ લાગ્યો છે. જેમાંથી એક આરોપી તો દહેગામમાં ટ્રેનિંગ સેન્ટરના ઓઠા હેઠળ છેતરપિંડીનું કૌભાંડ ચલાવતો હતો. પકડાયેલ આરોપીઓનાં નામ છે હરીશ પ્રજાપતિ, રવિપ્રતાપસિંગ રાવત અને પૂજા ઠાકોર. આ ત્રણેય શખ્સો એકેડમીમાં બેઠા બેઠા જ  રાજસ્થાન, ગુજરાત, અને ઉત્તરપ્રદેશના નોકરી વાંચ્છુક ઉમેદવારોને ગુજરાત રાજયમા સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓની પાસેથી નોકરીના નામે મોટી માતબર રકમ મેળવી રૂપિયા પડાવી લેવાનું કૌભાંડ ચલાવતા હતા. જોકે આ અંગે ચોક્કસ બાતમી હકીકત મળતા દહેગામ તરફ જવાના રોડ પાસેથી હરીશ પ્રજાપતિને ઝડપી લીધો હતો. આરોપી  રવિપ્રતાપસિંગ રાવત વર્ષ 2020 થી સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર ખોલી તેમાં  સંચાલક હરીશ પ્રજાપતિ તથા પુરવીરસિંગ ઉર્ફે કરનલ સાથે મળી રૂપિયા કમાવવા માટેનું આયોજન કર્યું ચુક્યો હતો. 



અમેરિકામાં 'ગીતો ગરવી ગુજરાતના' કાર્યક્રમમાં કચ્છની કોયલ પર થયો ડોલરનો વરસાદ, જુઓ VIDEO


તે આયોજન મુજબ ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારો શોધી કાઢી તેઓને ગુજરાત રાજયમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી તેઓની પાસેથી જરૂરી આધાર પુરાવા અને પૈસા પડાવતો.ક્રાઇમ બ્રાન્ચની ટીમે એકેડમી ખાતે તપાસ કરતા હરીશ પ્રજાપતિની ઓફિસના ટેબલના ખાનામાંથી પેનડ્રાઈવ અને લેપટોપ મળી આવ્યું. જેમાં LRD અને AMC માટે નોકરી મેળવવા ઇચ્છતા  રાજસ્થાનના ઉમેદવારોના અરજી ફોર્મ, એડમીટ કાર્ડ, ફીની પહોંચ, ફોટા તથા સહીના નમુનાની નકલો, પ્રમાણપત્રો તથા જરૂરી કાગળોના ખાખી કવર મળી આવેલા. એટલું જ નહિ હરીશ પ્રજાપતિ ગુજરાત રાજ્યમાં હાલમાં ચાલી અલગ અલગ સરકારી નોકરીની ભરતીઓમાં ઓનલાઇન ફોર્મ ભરી તે ફોર્મમાં ઉમેદવારો રાજસ્થાન રાજ્યના વતની હોવા છતાં ગાંધીનગર જીલ્લાના અલગ અલગ સરનામા ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવતા અને નોકરી વાંછુકો પાસેથી PSIના ઉમેદવાર 10 લાખ, LRD પુરૂષ ઉમેદવાર દીઠ ₹5 લાખ, LRD મહિલા ઉમેદવાર દીઠ ₹4 લાખ, તલાટી કમ મંત્રી વર્ગ -૩ ભરતીના ઉમેદવાર દીઠ ₹ 5 લાખ, સીનિયર ક્લાર્ક વહિવટ હિસાબ વર્ગ-૩ ભરતીના ઉમેદવાર દીઠ ₹ 2.50 લાખ ઇન્ડીયન આર્મી રિક્રુટમેન્ટ ભરતીના ઉમેદવાર દીઠ ₹ 3.50 લાખ રૂપિયા પડાવતા. જ્યારે AMC માં નોકરી અપાવવાના બહાને ₹1.50 રૂપિયા મેળવતા. 



વડોદરાવાસીઓ સાવધાન! હવે ભૂગર્ભમાં 4125 કરોડ લીટર પાણી જ બચ્યું છે, ત્યારે આ વૃક્ષો બન્યા મહામુસીબત


પોલીસે આ કેસમાં મહેનતુ ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે ખાતરી આપતા કહ્યું પૈસા આપી ભરતી સરકાર કરતી નથી. હાલ આ કેસમાં ફરાર આરોપી શાહરૂખ જે  ઉત્તરપ્રદેશનો રહેવાસી છે તેને 1 PSI ઉમેદવાર તથા લોકરક્ષક ના 3 ઉમેદવારો પેટે કુલ્લે રૂપિયા ₹ 25 લાખ લીધા હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવાની દિશામાં કામગિરી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા હકીકત એપણ સામે આવી હતી કે રવિપ્રતાપસિંગ અને પુરવીન્દરસિંગને ફીજીકલ પરીક્ષામાં ૩ ઉમેદવાર નાપાસ થયેલ છતાં પાસ કરેલાનો સિક્કો મારેલ તેમજ 11 ઉમેદવારોના અરજી ફોર્મ મુદત વીતી ગયા બાદ ભરેલ, તેવા ઉમેદવારોના બનાવટી ફીલ એડમીડ કાર્ડ બનાવડાવી તે તમામ ઉમેદવારોના ફીજીકલ એડમીટ કાર્ડમાં પોતે બનાવડાવેલ PST PASS, PET IASS LRD PASS, CHIP VERIFIED ના રબર સ્ટેમ્પ મારી તે ફીજીકલ એડમીટ કાર્ડ કબ્જે કર્યા છે. જોકે આ કેસમાં સંડોવાયેલ મહિલા આરોપી પુજા ઠાકોરે હરીશ પ્રજાપતિએ પોતાને એડમીટ કાર્ડમાં ફીજીકલ પરીક્ષામાં પાસ થયેલ હોવા અંગેનો પોતાની પાસેનો સિક્કો મારી આપેલ હોવાની કબૂલાત કરી આપી હતી. 


ગુજરાતની રાજનીતિ ગરમાઈ; રાહ જોઈને કંટાળ્યો, વિકલ્પો ખુલ્લા છે... અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ છોડવાના આપ્યા સંકેત


અત્યાર સુધી ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓના કુલ 81 ફોર્મ ભરી જેમાં રાજસ્થાન 60, ઉત્તરપ્રદેશ 4 તથા ગુજરાત રાજયના -17 ફોર્મ ભર્યાની કબૂલાત કરેલી. જે સંદર્ભે આ 81 જેટલા ઉમેદવારો પાસેથી રૂપિયા 3 કરોડ 24 લાખ 90 હાજર જેટલી રકમ મેળવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી છે. મહત્વનું છે કે, આરોપી હરીશ પ્રજાપતિ ગુનાહિત ઈતિહાસ ધરાવતો મુખ્ય આરોપી છે. જેને મહેસાણા પોલીસમાં આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવી લેવાના કેસમાં અગાઉ પકડાયેલો છે. ત્યારે વધુ પૂછપરછ દરમ્યાન શુ નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube