મોતના સોદાગર કૌશલ અને પુનિત રેમડેસિવિર ઈન્જેક્શન કૌભાંડમાં કરોડો કમાયા, તપાસ ચાલુ
સુરતના ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો છે. જેના 11 મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મેડિકલના સાધનો વિદેશમાં એક્સપોર્ટ કરવાના ધંધામાં લોકડાઉન વખતે 24 લાખનું દેવું થતા મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનીત શાહે ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની શરૂઆત કરી હતી. મુંબઈમાં પુનીતના ઘરે 5 દિવસમાં 200 ઇન્જેક્શન બનાવ્યા હતા.
ચેતન પટેલ/સુરત :સુરતના ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો છે. જેના 11 મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મેડિકલના સાધનો વિદેશમાં એક્સપોર્ટ કરવાના ધંધામાં લોકડાઉન વખતે 24 લાખનું દેવું થતા મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનીત શાહે ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની શરૂઆત કરી હતી. મુંબઈમાં પુનીતના ઘરે 5 દિવસમાં 200 ઇન્જેક્શન બનાવ્યા હતા.
ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર યથાવત હતો, ત્યારે કૌભાંડીઓ ડુપ્લીકેટ ઇન્જેક્શનો બનાવી રૂપિયા કામવા માટે બંનેએ તખ્તો રચ્યો હતો. પણ આખરે પોલીસની પકડમાં આવી ગયા.
આ પણ વાંચો : સ્કૂલ ફી અને રથયાત્રા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન
સૌ પ્રથમ આ લોકોએ એક ઘરમાં ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવવાનું શરૂ કર્યું હતું. પણ ઘર નાનુ પડતા 26 એપ્રિલે મિત્રની મદદથી ઓલપાડના પિંજરતમાં ફાર્મ હાઉસ એક
દિવસનું 4 હજાર ભાડા પેટે લઈ 6700 નકલી રેમડેસિવિર બનાવી 15 દિવસમાં 1.44 કરોડની કમાણી કરી હતી. તે રકમ મોરબી પોલીસે કબજે કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કૌશલ મહેન્દ્ર વોરા અને પુનીત ગુણવંત શાહને પકડી લાવી છે. પુનીતે બીએસસી અને કૌશલે બીકોમનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. મુંબઈમાં ઘર નાનું પડતાં સુરતમાં ફાર્મ હાઉસ ભાડે રાખ્યું. સૌથી વધુ અમદાવાદમાં 4900, ઈન્દોરમાં 1000 નકલી ઈન્જેક્શન વેચ્યા હતા. 15 દિવસમાં 6700 નકલી રેમડેસિવિર બનાવી બંને કૌભાંડીઓ 1.44 કરોડ રૂપિયા કમાયા હતા.
આ પણ વાંચો : સુરત : સગીર પ્રેમિકા સાથે પ્રેમીએ 60 ફૂટ ઊંચા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી, બંનેના મોત
મોતના સોદાગર કૌશલ અને પુનિત ઈન્જેક્શન કૌભાંડમાં સુરત-મુંબઈના મુખ્ય 2 સૂત્રધાર 3 દિવસના રિમાન્ડ પર છે. ગ્લુકોઝમાં મીઠું નાંખી બનાવેલા ઇન્જેક્શન 5થી 7 હજારમાં વેચ્યા હતા. 186 લોકોની પણ તપાસ કરી. 186 લોકોને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા તે લોકોની તબિયત સારી છે.
મોરબીમાં યુવક પકડાતાં સુરત કનેક્શન ખુલ્યું હતું. એક કિલો ગ્લુકોઝ પાઉડરમાં 100 ગ્રામ મીઠું નાખી નકલી રેમડેસિવિર કૌશલ અને પુનીત બનાવતા હતા. ગ્લુકોઝનો 1 કિલોનો ભાવ 180 અને મીઠાનો ભાવ 100 ગ્રામના રૂ. 4 છે. તેઓ કુલ 1100 ગ્રામમાં 33 નકલી ઈન્જેકશન બનાવતા હતા. ટૂંકમાં રૂ. 25માં નકલી ઈન્જેકશન તૈયાર કરી રૂ.1700 થી 3500માં સાગરીતોને વેચતા હતા. સાગરિતો દર્દીને 5 હજારથી 7 હજાર સુધીમાં વેચતા હતા. નકલી ઇન્જેક્શન માટે ઓરિજનલ રેમડેસિવિર ઇન્જેક્શન મુંબઈથી ખરીદી તે ઇન્જેકશનમાં જે પાવડર ટાઇપની દવા હતી, તેનું વજન 33 ગ્રામ હતું. જેથી એટલી જ માત્રામાં બંન્ને સૂત્રધારો ગ્લુકોઝનો પાવડર અને તેમાં માઇનોર સોડિયમ ક્લોરાઇડ(મીઠું) મિશ્રણ કરી 33 ગ્રામના નકલી ઇન્જેકશનો પેક કરતા હતા. રાજ્યના સંખ્યાબંધ શહેરોમાં ઈન્જેક્શન વેચ્યા હતા. કૌશલ વોરાએ અત્યાર સુધીમાં મુંબઈ અને ઓલપાડના પિજરતમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવી મોરબી, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, ઝાલોદ, જબલપુર, ઈન્દોરમાં તેના સાગરિતો મારફતે વેચ્યા હતા. જેમાં સુરત, અંકલેશ્વર, ઝાલોદ અને વડોદરામાં જયદેવસિંહ ઝાલા મારફતે 515, ઈન્દોરમાં 1 હજાર અને અમદાવાદમાં અમીઝ મારફતે 4900 નકલી ઈન્જેકશન વેચ્યા હતા.