વડોદરા: કોરોના કાળ દરમિયાન તમામ ડુપ્લીકેટ વસ્તુઓનો રાફડો ફાટ્યો હતો. પછી તેમાં ડોક્ટરથી માંડીને સેનિટાઇઝર સુધી તમામ વસ્તુઓ ડુપ્લીકેટ મળી રહી હતી. તેમાં કેટલાક અસામાજિક તત્વોએ કરોડો રૂપિયા બનાવ્યા હતા. જો કે આવા જ એક RT-PCR ટેસ્ટ કૌભાંડનો વડોદરા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજ્યબહાર જવા માટે, કંપનીઓમાં રજા મેળવવા અને કંપનીઓમાં આર્થિક લાભ લેવા માટે તથા મેડિક્લેમ સહિતના વિવિધ ઉપયોગ માટે પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ વેચી રહેલા એક ભેજાબાજ અને ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ક્રાઇમબ્રાંચના અનુસાર વડોદરાના વારસીયા વિસ્તારમાં પટેલ પાર્કની બાજુમાં આવેલી હરીક્રિષ્ણા સોસાયટીમાં 10 નંબરના મકાનમાં રાકેશ ભગવાનદાસ મીરચંદાની રહે છે. તે ટુર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરે છે. કોરોના મહામારીમાં રાજ્ય બહાર જવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટની જરૂર પડે છે. જેથી રાજ્ય બહાર જવા માટે પોતાનાં લેપટોપમાં પીડીએફ એડિટર નામની વેબસાઇટનો ઉપયોગ કરી જુના રિપોર્ટમાં ચેડા કરીને નવા રિપોર્ટ બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. 


આરટીપીસીઆર રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ રહેલા લોકોઆ કૌભાંડના ભોગ બન્યા છે. પાથ અને ન્યુબર્ક લેબોરેટરીના નામે નેગેટિવ અને પોઝિટિવ રિપોર્ટ બનાવી આપતો હતો. નેગેટિવ રિપોર્ટનાં 300 અને પોઝિટિવ રિપોર્ટનાં 800 રૂપિયા લેતો હતો. આ ઉપરાંત તમામ નાણાકીય વ્યવહાર ઓનલાઇન કરતો હતો. છેલ્લા 15 દિવસમાં 50થી વધારે લોકોને આ પ્રકારનાં નકલી રિપોર્ટ આપ્યાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે. જો કે ક્રાઇમબ્રાંચને આ અંગે માહિતી મળતા તેણે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડો પર્દાફાશ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube