ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. 4 રાજ્યોમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ તેઓ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે છે. 10 મહિના બાદ ગુજરાત આવેલા વડાપ્રધાન મોદીએ આખો દિવસ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. જો કે હંમેશા તેઓ ગુજરાત આવે ત્યારે પોતાના માતા હીરા બાને મળવા માટે પહોંચતા જ હોય છે. મોટે ભાગે તેઓ સાંજ પછી જ માતાને મળવા માટે જતા હોય છે. આ શિરસ્તો તેમણે આ પ્રવાસમાં પણ જાળવી રાખ્યો હતો. તેઓ રાત્રે સાડા આઠ વાગ્યે માતાને મળવા માટે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 40 કેસ, 82 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


તેઓ તેમના ભાઇ પંકજ મોદીના ઘરે ગાંધીનગર ખાતે રહેતા હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા. રાતનું ભોજન પણ માતા સાથે જ લીધું હતું. આ ઉપરાંત તેમણે માતાના આશિર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. કોરોના કાળમાં તેઓએ માતાને મળી શક્યા નહોતા. જેના કારણે આજે લાંબા સમય બાદ માતા સાથે મુલાકાત કરી હતી. તેમના આશિર્વાદ પણ લીધા હતા. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં જ્યારે પણ આવે ત્યારે તેઓ માતાની મુલાકાત લેતા હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube