કિરણ સિંહ ગોહિલ/ સુરત: જિલ્લામાં લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુના નોંધાઈ રહ્યાં છે પોલીસ ગણતરીના દિવસોમાં પણ આરોપીઓને પકડી રહી છે પણ અહીં તો સુરત ગ્રામ્યમાં પણ જાણે કે ગુનાખોરીએ માજા મૂકી છે. ઓલપાડના સાયણ ગામમાં ધોળે દિવસે ભરબજારમાં લૂંટારુઓએ પોતાના કારનામાને અંજામ આપ્યો છે.  સુરતના ઓલપાડના સાયણ ગામના એચપી ગેસ કંપનીના ગોડાઉનમાં આવેલા લૂંટારુઓએ 38 હજારથી વધુની રોકડની લૂંટ ચાલી હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા. ભરત ગાંધીની ડિલરશીપ હેઠળ આ ગેસ એજન્સી ચાલી રહી છે અને તેમના ભત્રીજા કેયૂર ગાંધી આ સમયે ત્યાં હજાર હતાં. આસપાસના ગામોમાં ગેસ સિલિન્ડરની ગ્રાહકોને ડિલિવરી આપીને બપોરે સિલિન્ડરમાં થયેલી રોકડનો હિસાબ થઈ રહ્યો હતો ત્યારે જ ક્યાંકથી ત્રણ શખ્સો દોડી આવ્યા. બુકાનીધારી શખ્સોએ ભરત ગાંધીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને આ જ જપાજપી વચ્ચે કેયૂર ગાંધી પણ વચ્ચે પડ્યા પણ લૂંટારુ લૂંટ કરવામાં સફળ રહ્યાં. કેયુર ગાંધીના માથા પર લાકડી મારી 38 હજારથી વધુની રોકડ લઈ લૂંટારા ફરાર થઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ગુજરાતનો વિકાસ? ગામલોકોએ ઘરે જવા કેડ કેડ સમા પાણીમાં ઉતરવું પડે છે, ચૂંટણીનો કર્યો બહિષ્કાર


પોલીસને જાણ કરાતા તાત્કાલિક કાફલો દોડી આવ્યો હતો અને ઘટના સ્થળના સીસીટીવી કબ્જે કર્યા હતા આ સીસીટીવીમાં ગોડાઉન પાછળના ખેતરમાંથી હાથમાં લાકડી લઈ આવી રહેલા ત્રણ શખ્સો દેખાયા હતા. અને થોડી વાર પછી આ જ શખ્સો ગોડાઉનમાં પ્રવેશતા દેખાયા હતા. પોલીસે આ સીસીટીવીમાં દેખાતા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. સાથે જ ઈજાગ્રસ્ત કેયૂર ગાંધીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. 


Ahmedabad: ઓઇલની પાઇપમાં ભંગાણ કરી લાખો રૂપિયાની ક્રૂડ ઓઇલની ચોરી


લૂંટારા જાણભેદુ હોવાની આશંકા 
જે રીતે ગોડાઉનમાં પૈસાની ગણતરી થઈ રહી હતી અને ત્યાં જ આ લૂંટારુઓ ત્રાટક્યા તે જોતા પોલીસને કોઈ જાણભેદુ હોવાની આશંકા છે. જેથી પોલીસે ઓલપાડ અને તેની આસપાસના વિસ્તારમાં નાકાબંધી ગોઠવી લૂંટારુઓને પકડવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube