• દશેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્રપૂજન, PM મોદીએ શરૂ કરાવી હતી આ પ્રથા


હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમાં આજે સવારે દશેરા (Dussehra) ના પર્વ પર મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રપૂજન કરાયુ હતું. ગુજરાતના નવા બનેલા મુખ્યમંત્રી (gujarat cm) ના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ હતું. દશેરા નિમિત્તે આજે શસ્ત્રપૂજન કરાયુ હતું. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રથમ વાર શસ્ત્ર પૂજન કર્યુ હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી શસ્ત્ર પૂજનની ગાંધીનગરમાં પરંપરા રહી હતી. પૂજા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) હળવા અંદાજમાં કહ્યું હતું કે, કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2002 માં શસ્ત્ર પૂજા શરૂ કરાવી હતી 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે શસ્ત્ર પૂજા માટે પહોંચ્યા હતા. ગાંધીનગર (Gandhinagar) માં શસ્ત્ર પુજાની શરૂઆત 2002 ના વર્ષમાં થઈ હતી. ગાંધીનગરમાં આજે 20 મી વાર શસ્ત્ર પૂજા કરાઈ હતી. ગુજરાત મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજાની શરૂઆત નરેન્દ્ર મોદી (PM Modi) એ કરાવી હતી. દશેરા નિમિત્તે મુખ્યમંત્રી નિવાસ્થાને શસ્ત્ર પુજન થાય છે. સલામતીના જવાનો સાથે મુખ્યમંત્રી આધુનિક શસ્ત્રોની પૂજા કરી હતી. દર વર્ષે મુખ્યમંત્રી દ્વારા પૂજન કાર્યક્રમનુ આયોજન કરાય છે. 


આ પણ વાંચો : રાતોરાત અમીર બન્યો ગુજરાતી માછીમાર, એક માછલીએ અપાવ્યા કરોડો રૂપિયા 


દરેકને મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવીએ તો એ વિજય છે - મુખ્યમંત્રી 
શસ્ત્ર પૂજન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, આજે વિજયા દશમીનો તહેવાર છે. તેથી ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શસ્ત્ર પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે મને લાભ મળ્યો છે તેથી ધન્યતા અનુભવુ છું. આસુરી શક્તિ પર દેવી શક્તિનો હંમેશા વિજય થયો છે. શસ્ત્ર દરેક માટે જુદુ જુદુ હોય છે. દરેકને મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવીએ તો એ વિજય છે, શસ્ત્રનો સદુઉપયોગ છે. કેટલાકની જીભ શસ્ત્ર જેવી હોય છે. રામ રાજ્યની કલ્પના સાકાર થાય તે જરૂરી છે, રામ રાજ્યની કલ્પનાને વડાપ્રધાન લઈ જઈ રહ્યા છે. દરેક માટે શસ્ત્ર બંદૂક તોપ કે એ ન હોય શકે. તેથી જે જવાબદારી મળી છે તે નિષ્ઠાપૂર્વક અદા કરી તે પૂજન જ છે.