અમદાવાદઃ રાજ્યમાં શુક્રવારે દશેરાના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક થવાની છે. દશેરા પર લોકો ફાફડા-જલેબી આરોગતા હોય છે. પરંતુ ઘણી જગ્યાએ આ સમયે ગુણવત્તા વગરના ફાફડા-જલેબી મળતા હોય છે. લોકોનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં ફરસાણની દુકાનોમાંથી આજે નમૂના લેવામાં આવ્યા હતા. અનેક શહેરોમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકોને શુધ્ધ, સલામત અને પોષણક્ષમ્ય આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દશેરાના તહેવાર નિમિત્તે સમગ્ર રાજયમાં વેચાણ થતા ફાફડા, જલેબી, ચટણી વગેરેના એકમોની આકસ્મિક તપાસ કરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે. 


આ પણ વાંચોઃ CM ના નિવાસ્થાને યોજાયો ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમ, ભૂપેન્દ્ર પટેલ બોલ્યા- જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન ત્યાં લક્ષ્મીજીનો નિવાસ


તપાસ દરમિયાન ફરસાણ, મીઠાઈ, ચટણીના કુલ ૧૭૩૩ જેટલા ખાદ્યપદાર્થના નમુનાઓ લેવામાં આવ્યા છે જેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, તેમજ તપાસ દરમિયાન જુદા જુદા સ્થળેથી આશરે રૂ. ૫૪,૦૦૦/-નો ૫૦૦ કિગ્રા અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે. તથા તંત્રની ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા રાજયના મોટા શહેરોમાં દશેરા તથા દિવાળીના તહેવારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


તંત્ર દ્વારા જે તે સમયે દાખલ કરેલ એડજયુડીકેશન કેસોમાં જે તે જિલ્લાના એડજયુડીકેશન ઓફીસરે સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન કુલ-૫૭ એડજ્યુડીકેશનના કેસોમાં ચુકાદાઓ આપ્યા છે. તથા આ ચુકાદાઓમાં નમુના સાથે સંકળાયેલ તમામ જવાબદાર ઇસમોને અંદાજિત રૂ. ૩૮,૬૮,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.  આ દંડની રકમ જોતા પ્રતિ કેસ આશરે રૂ. ૬૮,૦૦૦/- જેટલો સરેરાશ દંડ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આજ દિન સુધી ૬૩૫ અનસેફ કેસો નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube