ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા એર સ્ટ્રીપ નિર્માણ મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ હતી. જેમાં ગુજરાતનાં દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાનાં હાઇવ પર એરસ્ટ્રીપ બનાવવાની મનસુખ માંડવિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. ઇમરજન્સી તરીકે એર સ્ટ્રીપનો ઉપયોગ કરાશે. ખંભાળિયા લીમડી હાઇવે પર દાંતરના જવાનપર ગામ વચ્ચે એર સ્ટ્રીપનો ઇમરજન્સી લેન્ડિંગ તરીકે ઉપયોગ કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વપૂર્ણ છે કે 83.66 કરોડનાં ખર્ચે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કામગીરી કરાઇ હતી.જેમાં 11 સ્થળોએ NHAI હસ્તક જયારે 2 સ્થળોએ રાજ્ય સરકાર હસ્તક કામગીરી કરાશે. એરસ્ટ્રીપની જગ્યા પર 5 થી 6 કિમી સુધી ઝાડ, વિજળીનાં થાંભલા પણ રહેશે નહીં. સ્ટ્રીપનાં બંને છેડે ફાટક રહેશે જ્યારે એટીસી ટાવર પણ બનાવશે. ઉપરાંત 60 મીટર પહોળા રોડ બન્ને બાજુ મળી 33 મીટર સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવાશે. 83.66 કરોડના ખર્ચે NHAI દ્વારા કામગીરી કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દેશભરમાં અભ્યાસ કર્યા બાદ કુલ 13 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં 2, પશ્ચિમ બંગાળ 1, આંધ્રપ્રદેશ 2, તમિલનાડુ અને જમ્મુ કાશ્મીર 2-2 જ્યારે ઓડીસા 1 એમ કુલ 11 NHAI તૈયાર કરશે.