ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા
Dwarka News : દ્વારકા જિલ્લામાં પાનેલી ગામ પાસે આવેલ પ્રાચીન ખોડીયાર મંદિરનાં માતાજી દૂધ પીતા હોય તેવી વાત વેહતી થઈ,,, માતાજીની પ્રતિમા પ્રસાદ રૂપે ધરેલું દૂધ પીતી હોય તેવો વીડિયો થયો વાયરલ
Dwarka News : ગણેશજીની મૂર્તિ દૂધ પીએ છે... નંદીની પ્રતિમા દૂધ પીએ છે... તેના બાદ હવે ખોડિયાર માતાજીની પ્રતિમા દૂધ પીએ છે તેવી ઘટના સામે આવી છે. દ્વારકા જિલ્લામાં નવરાત્રિના પાવન દિવસ માં માતાજીની પ્રતિમા દૂધ પીવે છે તેવી ઘટના સામે આવી છે. લોકો આ ઘટનાને માતાજીનો પરચો કે ચમત્કાર તરીકે જોઈ રહ્યાં છે.
પાનેલી ગામ પાસે આવેલ પ્રાચીન ખોડીયાર મંદિરમાં માતાજી દૂધ પીતા હોય તેવી વાત વહેતી થઈ હતી. માતાજીની પ્રતિમા પ્રસાદ રૂપી ધરેલ દૂધ પીતી હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ભક્તોમાં માતાજીની કૃપા પ્રાપ્ત થઈ હોય તેવો અનોખ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદ અંગે મોટી આગાહી