Gujarat Elections 2022 દ્વારકા : ગઈકાલે આસામાના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ રાહુલ ગાંધીની મજાક ઉડાવીને તેમની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરી હતી. ત્યારે આજે જાહેર સભામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે બફાટ કર્યો હતો. તેમણે કોંગ્રેસના નેતાઓ માટે વાણી વિલાસ કર્યો હતો. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સદ્દામ હુસેન સાથે સરખાવ્યા. તો સાથે જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પણ મજાક ઉડાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યાં છે તેમ ભાજપના નેતાઓ બેફામ બની રહ્યાં છે. અનેક નેતાઓ તો મતદારો સાથે દબંગગીરી કરતા જોવા મળ્યા. તો હવે દ્વારકા બેઠક પર પ્રભુત્વ ધરાવતા પબુભા માણેકે પણ વિપક્ષ પર પ્રહાર કરીને બફાટ કર્યો હતો. આજે દ્વારકામાં સભા સંબોધનમાં પબુભા માણેકે રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરી હતી. તેમણે કહ્યુ હતું દાઢી વધારી છે સદામ હુસેન જેવો લાગે છે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પણ મજાક ઉડાવી હતી. તેમણે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની ધીમી ભાષામાં ભાષણ કરી મજાક ઉડાવી હતી. તેઓએ જાહેરમાં તેમની ધીમી ધીમી સ્ટાઈલમાં બોલીને બતાવ્યુ હતું. 



આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા. ત્યારે તેઓએ ભગવાનની પાદુકાનું પૂજન કર્યું હતું અને દ્વારકાધીશના દર્શન કરી ભાજપના પ્રચારની શરૂઆત કરી હતી. આજ રોજ યોગી આદિત્યનાથે ભાજપના દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેકના સમર્થન માટે જાહેર સભાને સંબોધી હતી. યોગી આદિત્યનાથે સભામાં કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. કલમ 370 લગાવી, હવે દેશની સીમા સુરક્ષિત છે અને આતંકવાદ કાબૂમાં છે. સાથે જ કોરોના કાળમાં પણ લોકોને તમામ સારવાર મફત આપી. લોકોને વેક્સીન મફત મળી અને અનાજ પણ આ ડબલ એન્જિનની સરકારે આપી.