ઝી બ્યુરો/દ્વારકા: આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે. અહીં લોકો ભગવાનમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. આજ કારણ છે કે દેશમાં ઘણા એવા મંદિર છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.  5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો. તે જ રીતે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં ફરી એકવાર ઈતિહાસ રચાશે. ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 51 હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા... ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 51 હજાર આહારામીઓનો મહારાસ યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે શરૂ થશે ગુજરાતમાં આફતનો વરસાદ! નદીઓમાં પૂરની સ્થિતિ બનશે, જાણો અંબાલાલની આગાહી


5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો. ત્યારે આ મહારાસ માટે 37 હજારથી વધુ આહીર સમુદાયની બહાનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. દરેક જિલ્લા કક્ષાઓ રજિસ્ટ્રેશન કરાયું હતું. જે અંગે કૃષ્ણની મોક્ષ ભૂમિ ભાલકા તીર્થ ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. આહારાણી મહારાસ અંગે આહીર સમાજની બહેનોની બેઠક યોજાઈ હતી.


ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓઓમાં લાગુ થશે નવી શિક્ષણનીતિ, હવે આટલા વર્ષ અભ્યાસ


જે બેઠક અંગે જુદા જુદા જિલ્લાઓમાંથી આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. જેમાં મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજવાનું પણ આયોજન કરાયું છે. આહારાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને પારંપરિક પોશાક સાથે આહીરાણીઓનો મહારાસમાં વિશ્વ વિક્રમ સર્જાશે.


નવસારીમાં લવ જેહાદના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું, લોકોએ લગાવ્યા જયશ્રી રામના નારા