ઝી ન્યૂઝ/દ્વારકા: જગતમંદિરની પવિત્ર ભૂમિમાં શર્મસાર થવું પડે તેવી એક ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં વધુ એક દુષ્કર્મનો મામલો (Rape Case in Dwarka) સામે આવ્યો છે. જેમાં 23 વર્ષિય યુવતી (A 23 year old girl was raped) સાથે એક શખ્સે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવાની ઘટના બનતા ચકચાર મચી હતી. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં 23 વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારી 5 માસનો ગર્ભ રહી જતા નરાધમ પોલીસ હડફેટે ચઢ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પહેલો સગો પાડોશી એ વાતથી તદ્દન વિરોધી કિસ્સો સામે આવ્યો છે. પાવન નગરી દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા આધેડ વયના દોલુભા રાણાભા માણેક નામના નરાધમ એ પાડોશમાં રહેતી ગરીબ ઘરની 23 વર્ષની યુવતીને ઘરકામ કરવા બોલાવી હતી. પાડોશી હોવાના નાતે યુવતી ભરોસો કરી નરાધમના ઘરે કામ કરવા ગઈ હતી. પરંતુ નરાધમે યુવતીને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.


કચ્છી ખેડૂતનો ચમત્કાર, દૂધ સાથે ગોળના મિશ્રણથી એવું ખાતર બનાવ્યું કે...' છેલ્લાં 21 વર્ષથી કોઈ ખાતર લાવતા જ નથી...


આજ રીતે 3થી 4 વખત યુવતીને ઘરે બોલાવી તેનું શોષણ નરાધમ દ્વારા કરાયું હતું અને નરાધમની ધમકીની બીકના કારણે યુવતી પણ ચુપ રહી હતી. પરંતુ હાલમાં યુવતીની તબિયત લથડતા યુવતીને હોસ્પિટલે લઈ જતાં ડોકટર દ્વારા યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું જણાવતા યુવતીના પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. 


આ બાબતે યુવતીને હિંમત આપી પૂછતાં યુવતીએ પોતાની દર્દભરી દાસ્તાન કહી હતી, અને પરિવારજનોએ પણ હિંમત દાખવી દ્વારકા પોલીસ સમક્ષ આપવીતી જણાવતા પોલીસ દ્વારા તુરત જ નરાધમ વિરુદ્ધ દુષ્કર્મની કલમ 376 સહિતની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube