રાજુ રૂપારેલિયા/દ્વારકા: દરિયામાં ગયેલ માછીમારોના મૃતાંકનો આંકડો સાત પર પહોંચ્યો છે. વધુ ત્રણ મૃતદેહો ઓખા મઢી નજીકના દરિયા કાંઠે મળી આવ્યા. તો કલેકટર દ્વારકા દોડી આવી અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. હાલ દરિયામાં માછીમારી કરવાની મનાઈ હોવાથી કલેકટરના જાહેર નામાંનું ઉલ્લઘન બાદ માછીમારીની હોડીઓ દરિયામાં ગઈ અને નવ તારીખે પવન અને તોફાન વચે માછીમારોના મૃત્યુ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત રાત્રિના એક અને ત્યાર બાદ એક પછી માછીમારના મૃતદેહ મળી આવતા મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો હતો. હજુ બે માછીમારો તથા બે હોડીઓ લાપતા હોય તેમને શોધવા સહિતના મુદ્દે કલેકટર દ્વારકા સર્કિટ હાઉસ ખાતે દોડી આવી ફિશરીઝ અને પોલીસ વિભાગની મીટીંગ લીધી હતી. અને જણાવ્યું હતું કે, માછીમારોને શોધવા કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓ કામે લગાડવા સૂચના આપી છે.


ભારતીય અવકાશ યુગના પિતામહ વિક્રમ સારાભાઇની 100મી જન્મ જયંતિની ઉજવણી


મૃતકના નામ 


  • રફીક સીદ્દીક

  • સીદ્દીક ઇશા 

  • શબ્બીર જુમાં લુચાણી 

  • અલ્તાફ અબુ ખેર 

  • સમીયલ મોન્ટુ અજીજ શેખ 

  • ઇકબાલ કાદરભાઇ મોખા 

  • હનીફ કાસમભાઈ બેટાઇ 

  • સલીમ જાકુબ ચૌહાણ
     

    જુઓ LIVE TV :