ખંભાળિયામાં કાળનું ચક્ર એવુ ફર્યુ કે, એક જ દિવસમાં થયા ત્રણ લોકોના મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. ખંભાળિયામાં મોડી રાત્રે કાળનું ચક્ર એવુ ફર્યુ હતું કે, અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું છે, તો આત્મહત્યાના બે અલગ અલગ બનાવમાં બે લોકોના મોત નિપજ્યા છે.
દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. ખંભાળિયામાં મોડી રાત્રે કાળનું ચક્ર એવુ ફર્યુ હતું કે, અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું છે, તો આત્મહત્યાના બે અલગ અલગ બનાવમાં બે લોકોના મોત નિપજ્યા છે.
ખંભાળીયાના જામનગર રોડ પર આવેલ રેલવેના ફાટક પાસે આઇસરના ડ્રાઈવરનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ટ્રક ડ્રાઈવર બીમાર હોવાથી તેણએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા હતો. આઈસરના ચાલકે ટ્રકના પાછળ આઈસરને ટક્કર મારી હતી. આઈસરનો ડ્રાઈવર ટ્રકના વ્હીલમાં આવી જતા તેનું મોત નિપજ્યું હતું.
તો બીજી તરફ, ખંભાળિયાના યોગેશ્વર નગરમાં રહેતા લીનાબેન સોલંકી (ઉંમર વર્ષ 24) એ અગમ્ય કારણોસર મકાનના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તો ખંભાળિયાના શક્તિનગરમાં રહેતા શિવાની ચોપડા (ઉંમર વર્ષ 16) એ પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેના માતા પિતા બહાર ગયા હોવાથી બાદમાં તેણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ખંભાળિયા પોલીસે અકસ્માતમાં મોત થયેલ ટ્રક ડ્રાઈવર અને આત્મહત્યામાં મોત થયેલ બંને મૃતદેહનો કબજો લઈ જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.