રેલવે એન્જીનીયરને 30,000ની લાંચ લેતા ACBએ કરી ધરપકડ, બીલ પાસ કરવા માંગ્યા હતા રૂપિયા
ખંભાળીયા રેલવેના સિનિયર સેક્સન એન્જીનીયર વિનોદગીરી શંભુગીરી ગોસ્વામી, રૂપિયા ૩૦,૦૦0ની લાંચ માંગવાના પુરાવા મળતા એસીબીએ ધરપકડ કરી છે.
રાજુ રૂપારેલીયા/દ્વારકા: ખંભાળીયા રેલવેના સિનિયર સેક્સન એન્જીનીયર વિનોદગીરી શંભુગીરી ગોસ્વામી, રૂપિયા ૩૦,૦૦0ની લાંચ માંગવાના પુરાવા મળતા એસીબીએ ધરપકડ કરી છે. ફરિયાદીના રેલવેમાં કામ પર મૂકેલા 2 વર્ષ પહેલાંના ટ્રકના બિલ પાસ કરવા વધુ રિકવરી ન કરવા લાંચની રકમ 37,500 માંગતા છેલ્લે 30,000 નકી કરેલ તે અંગેના પુરાવા મળતા રેલવેના સિનિયર એનજીનીયર વિનોદગીરી ગોસ્વામી વિરુદ્ધ લાંચની ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. મામલાની તપાસ બાહોશ અધિકારી એચ.પી.દોષી દ્વારા કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
વધુ વાંચો...ભાજપના છબીલ પટેલ પર દુષ્કર્મની ફરિયાદ, અશ્લીલ ફોટા વાયરલ કરવાની આપી હતી ધમકી
વધુ વાંચો...દેવામાં ડૂબેલા દ્વારકાના ખેડૂતે કર્યો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ, પરિવાર પર આભ ફાટ્યું
ACBએ એન્જીનીયર વિરૂદ્ધ કર્યો ડિમાન્ડ કેસ
ખંભાળીય રેલવે સ્ટેશન પાસે પર એન્જિનીયર તરીકે ફરજ બજાવી રહેલા વિનોદગીરી ગોસ્વીમી વિરૂદ્ધ એસીબીએ ડિમાન્ડ કેસ કરવામાં આવ્યો છે. રેલવેના સિનિયસ સેક્શન એન્જિનીયર દ્વારા ટ્રકના બીલ પાસ કરવા અંગે રૂપિયા 37,500ની લાંચ માંગી હતી. અને અંતે 30000 રૂપિયામાં સૌદૌ નક્કી થયો હતો. આ અંગે ACBને જાણ કરતા તેમણે છટકુ ગોઠવીને એન્જિનીયરને રંગે હાથ ઝડપી લેવમાં આવ્યો હતો. એસીબીએ આ અધિકારીના ઘરે પણ તપાસ શરૂ કરી છે. અગાઉ લાંચ લેવામાં આવી છે, કે નહિં કે તે અંગે તપાસ કરીને અધિકારીની બેનામી સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે.