ઝી ન્યૂઝ/ બ્યુરો: દ્વારકા જગતમંદિર તથા શિવરાજપુર બીચના લીધે વિશ્વના નકશા પર ચમક્યું છે. દેશ- વિદેશથી દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો અહી દર્શન કરવા આવે છે. ત્યારે અહી હજારોની સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ ટ્રેન મારફતે મુસાફરી કરે છે, ત્યારે લાંબા સમયથી દ્વારકા રેલ્વે સ્ટેશન પરનું બોગી ઇન્ડિકેટર બંધ હોવાથી મુસાફરોની મુશ્કેલીઓ વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણવા મળી રહેલી માહિતી પ્રમાણે દ્વારકા રેલવે સ્ટેશન પર બોગી ઈન્ડિકેટર બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા ઘણા સમયેથી ઈન્ડિકેટર બંધ હોવાથી મુસાફરોને ક્યા ઉભા રહેવું તે સમજાતું નથી. જેથી ટ્રેન આવે ત્યારે અફરા તફરીનો માહોલ સર્જાય છે. મોટા ભાગની ટ્રેનો દ્વારકા સ્ટેશન પર 5 મિનિટ માટે ઊભી રહેતી હોય છે. ત્યારે આટલા સમયમાં સામાન અને બાળકો સાથે પોતાની બોગી સુધી પહોંચવા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનને વધુ તકલીફ પડે છે.


લગ્નસરામાં વિઘ્ન નડશે! ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે


સામાન્ય રીતે ટ્રેન આવે તેની 10 મિનિટ પહેલાં જ પ્લેટફોર્મ પર ઈન્ડિકેટરથી કઈ બોગી ક્યાં આવશે તે દર્શાવવામાં આવે છે. પરંતુ દ્વારકા સ્ટેશન પર આ સુવિધા બંધ હોવાથી છેલ્લી ઘડીએ પ્રવાસીઓ દોડતા નજરે પડે છે. મહત્વનું છે દ્વારકા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેથી વહેલી તકે ખામીઓ દૂર કરી બોગી ઈન્ડિકેટર ચાલુ કરવાની પ્રવાસીઓ માગ કરી રહ્યા છે.


સરકાર દ્વારા દ્વારકામાં કરોડોના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. ત્યારે સોનાની થાળીમાં લોખંડની મેખ જેવી હાલત દ્વારકા રેલ્વે સ્ટેશન પર જોવા મળી છે. દ્વારકાના અધતન રેલ્વે સ્ટેશનમાં છેલ્લા ધણા સમયથી બોગી ઇન્ડીકેટર ફેઇલ થયા છે. જેના લીધે મોટી સંખ્યામાં આવતા મુસાફરોને ક્યા ઉભવું એ સમજાતું નથી. અને ટ્રેન આવતા અફડાતફડીનો માહોલ ઉભો થાય છે. લગભગ તમામ લાંબા અંતરની ટ્રેન દ્વારકા સ્ટેશન પર ફક્ત પાંચ મિનિટ ઉભી રહે છે. અને આ સમયમાં તમામ મુસાફરો પોતાની બોગી સુધી પહોંચવા, પોતાના સામાન, બાળકો તથા વૃધ્ધ લોકો સાથે ખુબ મુશ્કેલીનો સામનો કરે છે. 


સાવધાન રહેજો! ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન’નો ખતરો!


વૃધ્ધ લોકો પણ પોતાની સીટ મેળવવા બોગી સુધી પહોંચવા દોડ લગાવતા જોવા મળે છે. જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. તેની સાથે કઇ ટ્રેન ક્યારે અને ક્યા પ્લેટફોર્મ પર આવશે, તેની જાણકારી આપવામાં આવે છે તે ઇન્ડીકેટર પણ બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓને જાણકારી મેળવવા પુછપરછ વિન્ડો પર જવું પડે છે. મોટા ભાગના સિનિયર સિટીઝન લોકો દ્વારકા દર્શન કરવા આવતા હોય છે. અને લાંબા અંતર થી આવતા હોય પરત જવા ટ્રેનનો સહારો હોય છે. અને લાંબા અંતરની ટ્રેન ખાસ કરીને 20થી 24 જેટલી બોગીની હોય છે. જેના લીધે ટ્રેન પ્લેટફોર્મ પર આવે તેની 10 મિનિટ પહેલા પ્લેટફોર્મ પર બોગી ઇન્ડીકેટર ચાલુ કરવામાં આવે છે. જેથી પ્રવાસીઓ તેમની નિયત કરેલી બોગી પાસે ઉભા રહે છે. પણ દ્વારકા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર બોગી ઇન્ડીકેટર બંધ હોવાથી, ટ્રેન પ્લેટફોર્મ પર આવી જતા પ્રવાસીઓ અને ખાસ કરીને સીનીયર સિટીઝન લોકો પોતાની બોગી સુધી પહોંચવા ન દોડી શકાતું હોવા છતા દોડતા નજરે ચડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube