અમદાવાદ : આજે હોળીના પ્રસંગે ગુજરાતનાં ખ્યાતનામ કૃષ્ણમંદિરો બંધ રહ્યા હતા. ડાકોર અને દ્વારકા જેવા ખ્યાતનામ મંદિરો બંધ રહ્યા હતા. જો કે બીજી તરફ શામળાજી મંદિર ખુલ્લુ રહ્યું હતું. પરંતુ દ્વારકા મંદિરનું ફુલડોલોત્સવ પ્રસંગ બંધ બારણે જ ઉજવાયો હતો. બીજી તરફ ડાકોરનું મંદિર પણ ઇતિહાસમાં પહેલી વખત બંધ રહ્યું હતું. જેના કારણે ભક્તોમાં પણ ખુબ જ નિરાશા જોવા મળી હતી. બીજી તરફ દ્વારકા જગત મંદિર દિવસ દરમિયાન બંધ હતું. જો કે મોડી સાંજે ખોલી નાખવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથમાં પકડાઇ વિશાળ કાય માછળી, ઉચકવા માટે ક્રેન જોવા માટે સેંકડો લોક એકત્ર થયા


દ્વારકા મંદિરના ભક્તો હોળીનાં દિવસે નિરાશ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. મોડી સાંજે દ્વારકાધીશ મંદિર ભક્તોના દર્શન માટે ખોલી નાખવામાં આવ્યા હતા. ભક્તોએ દર્શન સમયે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. પુજારી પરિવાર અને ભક્તોની માગને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો દર્શન કરી શકશે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંપુર્ણ પોલીસ બંદોબસ્ત અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા તમામ નિયમોનાં પાલન સાથે દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube