એક નહીં પણ 2-2 રૂપાળી સાથે સંબંધ બાંધવાની લાલચમાં એકાંતમાં લઈને પહોંચ્યા પણ વૃદ્ધનો કાંડ થઈ ગયો!
દ્વારકા પટેલ સમાજ વાડીની સામે ગાર્ડનમાં બે સ્ત્રી તથા ત્રણ પુરૂષ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને મનફાવે તેમ ઢીકા પાટુનો માર મારી ફરીયાદીનો મોબાઇલ ફોન ઝુંટવી લઇ ફોનનો પાસ વર્ડ જાણી કયુ.આર.કોડ સ્કેન કરી રૂપિયા 39 હજાર ઉપાડી લઇ લુંટ કરનાર ગેંગની પોકેટકોપ અને cctvની મદદથી ઝડપી પાડ્યા છે.
ઝી બ્યુરો/દ્વારકા: આજકાલ હનીટ્રેપની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવી બે યુવતી અને સાગરીતોએ પોતાની જાળમાં ફસાવ્યા હતા. આ હનીટ્રેપની ઘટનામાં 3 પુરુષ અને 2 સ્ત્રી એમ કુલ 5 વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે લોકોને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ગેંગ લૂંટ ચલાવતી ઝડપાઈ છે. આ ગેંગ શરીર સુખ બાંધવાની વાત કરી લલચાવી વૃદ્ધને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા.
કેવા રંગનું સ્વેટર પહેરવું? સ્કૂલો નહીં કરી શકે દબાણ, જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
વૃદ્ધને દ્વારકાના પટેલ સમાજવાડીની સામેના ભાગે ગાર્ડનમાં લઈ જઈ અવાવરુ જગ્યામાં લુંટ ચલાવતા હતા. એટલું જ નહીં, મનફાવે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી વૃદ્ધ પાસેથી 39 હજાર રૂપિયા ગુગલ-પે થી લૂંટ ચલાવી હતી. આરોપીએ 39 હજાર ઓનલાઇન તેમજ 4 હજારની રોકડની લૂંટ કરી હતી. આ ઘટનામાં પોલીસે બી.એન.એસ. ૬.૧૧૫(૨),૩૧૦(૨),૩૫૨,૬૧(૨) મુજબ આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
CNG ભરાવતી વખતે કેમ કારમાંથી નીચે ઉતરવું પડે છે? આશ્ચર્યજનક છે કારણ, વિચાર્યું નહીં
આ ઘટના અંગે વાત કરીએ તો દ્વારકા પટેલ સમાજ વાડીની સામે ગાર્ડનમાં બે સ્ત્રી તથા ત્રણ પુરૂષ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને મનફાવે તેમ ઢીકા પાટુનો માર મારી ફરીયાદીનો મોબાઇલ ફોન ઝુંટવી લઇ ફોનનો પાસ વર્ડ જાણી કયુ.આર.કોડ સ્કેન કરી રૂપિયા 39 હજાર ઉપાડી લઇ લુંટ કરનાર ગેંગની પોકેટકોપ અને cctvની મદદથી ઝડપી પાડ્યા છે.
તમારૂ પણ થઈ શકે છે વોટ્સએપ હેક! ગુજરાત સહિત 6 રાજ્યોની 100થી વધુ યુવતીઓને બનાવી શિકા
19મી નવેમ્બરના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીટ્રેપનો બનાવ બન્યો હતો. જેમાં આરોપીઓ ગુનાહીત કાવતરૂ ઘડી અને ફરીયાદીની એકલતાનો લાભ લઇ બે અજાણી સ્ત્રીઓ ફરીયાદી પાસે આવી અને પોતે દ્વારકામાં કાંઇ જોયેલ નથી તેવું બહાનું કરી પોતાને મુકી જવા જણાવ્યું હતું. બાદમા ફરીયાદીને શરીર સુખ બાંધવાની વાત કરી લલચાવી અને દ્વારકામાં પટેલ સમાજવાડીની સામેના ભાગે ગાર્ડનમાં અવાવરુ જગ્યામાં લઇ ગયા હતા. જ્યાં ત્રણ અજાણ્યા પુરૂષો આવી જતા ફરીયાદીને બધાએ મળી અને મનફાવે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ફરીયાદીનો મોબાઇલ લુંટી લીધો હતો.
માત્ર 15 જગ્યાએ જ છે આ ઔષધિય ગુણો ધરાવતું અને દુર્લભ મનાતું વૃક્ષ! આખા ગુજરાતમાં રોપ
એટલું જ નહીં, મોબાઇલ ફોનમાં ગુગલ પે થી રૂપિયા 39 હજારની લુંટ ચલાવી હતી. તેમજ આવી જ રીતે તેમની પાસેથી પણ રૂપિયા 4 હજાર રોકડાની લુંટ ચલાવી હતી. જે બાબતેના ગુનાની ગંભીરતા ધ્યાને લઇ દ્વારકા પોલીસે ચક્રો ગતીમાન કરી સી.સી.ટી.વી. ફુટેજના આધારે અજાણ્યા આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢી ગુન્હો ડીટેકટ કરવામા આવ્યો હતો. આગળની તપાસ પો.ઇન્સ. ડી.એચ.ભટ્ટ દ્વારકા પો.સ્ટે દ્વારા હાથ ધરવામા આવેલ છે.
આરોપીઓના નામ
- (1) રાહુલ જામ
- (2) સોનલ જામ
- (3) રમેશભાઈ સંઘાર
- (4) સુનીતા સંઘાર
- (5) સુમીત ચિંતામણી