Dy.CM નીતિન પટેલની જાહેરાત વિકેન્ડ કર્ફ્યૂ અંગેની કોઇ જ વિચારણા નહી, અફવાઓથી દોરવાવું નહી
ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે. જેને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો કેટલાક માધ્યમોમાં ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કર્ફ્યૂ લાદવાની કોઇ જ શક્યતા નથી.
અમદાવાદ : ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે. જેને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો કેટલાક માધ્યમોમાં ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કર્ફ્યૂ લાદવાની કોઇ જ શક્યતા નથી.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગનું પણ વિચારવું પડે તેવી સ્થિતી છે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ જ અફવામાં તમારે ના આવવું જોઇએ. રાજ્યમાં કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતીને જોતા સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા અંગે વિચારણા ચાલી રહી હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે.
મુખ્યમંત્રીએ અગાઉ વડાપ્રધાન સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યામાં 55,000 કરાઇ છે, જેમાંથી 82 ટકા એટલે કે 45 હજાર બેડ ખાલી છે. કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ધન્વંતરી રથની સંખ્યા વધારીને 1700 કરાઇ છે. અમદાવાદ શહેરમાં 125 થી વધુ કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યારસુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ થયા છે, જ્યારે રાજ્યમાં રોજનાં 70 હજાર આસપાસ ટેસ્ટ થઇ રહ્યા છે. લગ્નો અને જાહેર સમારંભોમાં પણ લોકોની સંખ્યા ઘટાડીને હવે 100 કરી દેવામાં આવી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube