નીતિન પટેલનું મોટનું નિવેદન, ભાજપ પેટાચૂંટણી લડવા-જીતવા તૈયાર છે
તેઓએ જણાવ્યું કે, તમામ 8 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. 8 બેઠકોના ઉમેદવાર કોને બનાવવા અને કોને લડાવવા એ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે. બંને પક્ષો આજથી પેટાચૂંટણી (gujarat byelection) ની તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે જાહેરાત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ઘણા સમયથી રાહ જોવામાં આવતી હતી. ભારતીય જનતા પક્ષ દ્વારા અને અમારી સરકાર દ્વારા આ ચૂંટણી લડવા માટે અને વિજય મેળવવા માટે તૈયારી કરી ચૂક્યા છે. કોંગ્રેસ પ્રજાના કામો કરી શકાતા નથી તેવી લાગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જુદા જુદા તબક્કે રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વ સામે અને જૂથમાં સામે અને ધારાસભ્યોની અવગણના બેથી ત્રણ નેતાના વર્ચસ્વતા સામે રાજીનામા આપ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણીની તારીખ થઈ જાહેર
તેઓએ વધુમાં જણાવ્યું કે, તમામ 8 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. 8 બેઠકોના ઉમેદવાર કોને બનાવવા અને કોને લડાવવા એ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રકારે કામગીરી ચાલી રહી છે, તેનો ફાયદો ભાજપના ઉમેદવારોને મળશે. આ તમામ કોંગ્રેસની બેઠકો છે, તેથી જે ગુમાવશે તે કોંગ્રેસ ગુમાવશે. કોંગ્રેસ હવે લોકોને ગુમરાહ કરશે.
મંત્રી બચૂ ખાબડ પરના આક્ષેપ ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ઘટના શું છે તેની જાણકારી મારી પાસે નથી. પણ સરકાર પારદર્શકતાથી ચાલે છે અને એ અંગે યોગ્ય તપાસ થાય એ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ, પરંતુ લોકોની લાપરવાહીએ સૌ કોઈની ઊંઘ ઉડાવી