અમદાવાદ :કોઈ પણ ટ્રાફિક નિયમો તોડવા પર લોકોને પોલીસ ચલાનના રૂપમાં કાર્યવાહી કરીને દંડ ફટકારે છે. અનેક શહેરોમાં પોલીસ ઈ-ચલાનનો ઉપયોગ કરીને સીધુ જ ચલાણ તમારા ઘરે મોકલી દે છે. તો આ ઈ-ચલાન સાથે જોડાયેલ એક કિસ્સો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. હકીકતમાં, અમદાવાદમાં રહેતા એક યુવકને પોલીસે ઈ-ચલાન મોકલ્યું. આ ઈ-ચલાન તેના ઘરવાળાઓના હાથમાં લાગ્યું અને તેના લગ્ન નક્કી થઈ ગયા. રસપ્રદ છે આ આખો કિસ્સો. ચલાન જોઈને હવે આ યુવકના લગ્ન નક્કી થઈ ગયા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, અમદાવાદમાં રહેતા વત્સલ પારેખના ઘરે પોલીસે ઈ-ચલાન મોકલ્યું હતું. આ ચલાનમાં તેની જે તસવીર હતી, તેમાં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્કૂટી પર ફરતો નજર આવી રહ્યો હતો. આ યુવકે કહ્યું કે, આ ફોટો જોતા જ વત્સલના પરિવારજનોએ યુવતીના પરિવાર સાથે વાત કરી હતી. યુવતીના પરિવારજનો સાથે વાત કર્યા બાદ તે બંનેના લગ્ન નક્કી કરી દીધા છે. આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદના સીપી એડમિનિસ્ટ્રએશન વિપુલ અગ્રવાલે ટ્વિટર પર લખ્યું કે, જોર કા ઝટકા ધીરે સે લગે...


તો બીજી તરફ, વત્સલે ઈ-ચલાનની તસવીર શેર કરતા લખ્યું કે, મને પોસ્ટના દ્વારા આ ચલાન મળ્યું અને ત્યાર બાદ એક મજેદાર ઘટના બની. ચલાનની ફોટોમાં હું અને મારી ગર્લફ્રેન્ડ (જેના વિશે મારા પરિવારજનો જાણતા ન હતા), તેઓ હવે આ બાબત જાણી ગયા છે. ચલાનનો બહુ જ આભાર કે, તેના કારણે મારા ઘરવાળાઓને યુવતી સાથેના મારા સંબંધ વિશે માલૂમ પડ્યું. 


ઉલ્લેખનીય છે કે, વત્સલ અમદાવાદમાં સ્કૂટી પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરી રહ્યો હતો. આ દરમિયાન તેણે ટ્રાફિક સિગ્નલ તોડ્યું હતું. તેના સિગ્નલ તોડવા પર પોલીસે તેના ઘરે ઈ-ચલાન મોકલ્યું હતું. ઈ-ચલાનમાં દેખાતી તસવીરમાં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે નજર આવી રહ્યો હતો.